________________
તપશ્ચર્યા
પ્રકરણ ૫
-
ખરાબ બાબતોને દૂર કરી એમાં સુધારો કરવાનો છે એ સુધરતા જ જીવન જીવવાનો નવો માર્ગ મળશે. જીવન જીવવા જેવું લાગશે. ફરીથી જીવવાની અને જીવનને માણી લેવાની ભાવના જાગૃત થશે.
જો મહાવીરસ્વામીના ધ્યાનમાં જવું છે તો રાત્રે સૂતી વખતે આ પ્રાથમિક પ્રયોગ અનિવાર્ય છે. કવિવર્ય પૂ.નાનચંદ્રસ્વામી પણ પોતાના સ્તવનમાં જે વાત કહી રહ્યા છે...
રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહિ રે... | 1 |
શાંત પળે અવલોકો નિજધરમાં ઊંડે જઈ રે.... કરવાના શા કાર્યો દીધા, નહીં કરવાના શા તજી દીધા....
લાભ-ખોટમાં વધેલ બાજુ છે કઈ રે......
કોને મળ્યો, કેવા કાર્યો કર્યા, આ પ્રયોગ ત્રણ મહિના સુધી કરવામાં આવશે તો જરૂર આપણને ખ્યાલ આવતો જશે ને આપણે પ્રતિક્રમણ સુધી પહોંચી શકશું. બીજા ત્રણ મહિના પ્રતિક્રમણ કરવાનું છે. આનાથી આપણી સારી અને નરસી બન્ને પરિસ્થિતિનો ખ્યાલ આવશે. પ્રતિક્રમણ એ આપણું ૫નર્જીવન બની જશે. ત્રીજા તબક્કામાં ત્રણ મહિનાનો પ્રયોગ કરવાથી જીવનની એક એક પળને ફરી જીવવા જેવી લાગશે. આ નવ મહિનાના પ્રયોગમાં જરૂ૨ પરિવર્તન આવશે અને જીવન જીવવા જેવું લાગશે.
આ પ્રયોગ કોઈ રાત્રિના સમયે પથારીમાં જ્યારે સુવા માટે જઈએ છીએ ત્યારે કરવાનો છે. દરેક કામથી નિવૃત્ત થઈ ગયા હોઈએ હવે માત્ર એક જ કામ સુવાનું બાકી છે ત્યારે માત્ર ૧૦ મીનીટનો સમય કાઢવો પડશે. શરૂઆતમાં કંટાળો આવશે, ઊંઘ આવશે, થાક લાગશે પરંતુ જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ આપણી ચેતના સ્વયં તરફ વળી જશે.
-
૧૨. બાયોકેમીકની બારમી દવાનું નામ છે. સીલીસીયા · જે વાળ ખરતાં હોય, માથાની હૂં માટે, ગુમડું પાકતુ ન હોય તો તે માટે અપાય છે તેવી રીતે કાયોત્સર્ગરૂપી સીલીસીયા દવા કાયાનું મમત્વ મૂકાવવા માટે છેલ્લામાં છેલ્લો ઉપાય છે.
४७८
કાયોત્સર્ગ – કાયોત્સર્ગ એટલે શરીરનું છૂટી જવું. મૃત્યુમાં તો બધાનું શરીર છૂટી જાય છે પરંતુ મનની શરીરને પકડી રાખવાની આકાંક્ષા છૂટતી નથી. એટલા માટે આપણે જેને મૃત્યુ કહીએ છીએ એ વાસ્તવિક મૃત્યુ નથી. માત્ર નવા જન્મનો સૂત્રપાત છે. મરવાની ક્ષણે પણ મન શરીરને પકડી રાખવા ઇચ્છે છે. મરવાની પીડા જ એ છે કે જેને આપણે પકડી રાખવા માગીએ છીએ એ એને પકડી રાખી શકતા નથી. દુઃખ એ છે કે જેને આપણે હું છું એમ સમજતા હતા એ નષ્ટ થઈ રહ્યું છે.
કાયોત્સર્ગનો અર્થ છે મૃત્યુ માટે સહજ સ્વીકૃતિનો ભાવ. આ ભાવ જ્યારે પ્રગાઢ બનશે ત્યારે મૃત્યુ
1. પ્રાર્થના મંદિર