________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
પર્યાવરણમાં તપનો મોટો ફાળો છે. તપ દ્વારા પણ પર્યાવરણને સમતુલિત રાખી શકાય છે. તપશ્ચર્યામાં અન્નનો ત્યાગ કરવામાં આવે છે ક્યારેક અન્નની સાથે પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે. અન્નનો ત્યાગ કરવામાં આવે છે એમાં છએ કાયના જીવોને અભયદાન આપવામાં આવે છે. ઉપવાસમાં કોઈ જ જાતનો આરંભ-સમારંભ કરવાનો રહેતો નથી. એમાં પણ પાણીનો ત્યાગ કરવામાં આવે ત્યારે તો કોઈપણ પ્રકારનો આરંભ સમારંભ થતો નથી. આના કારણે પર્યાવરણને નુકશાન થાય તેવુ કોઈ જ કાર્ય થતું નથી.
તપશ્ચર્યાના દિવસે બહાર પણ કયાંય જવાનું હોતું નથી જેના કારણે કોઈ જ પાપકારી કે પ્રવૃતિને નુકશાન થાય તેવી કોઈ જ પ્રવૃત્તિ કરવામાં નથી. તપ દ્વારા ભાવનોની શુદ્ધિ હોવાથી ત્રણે પ્રકારે પર્યાવરણની સંતુલિતા જાળવી શકાય છે. (૧) કાયિક (૨) વાચિક (૩) માનસિક.
(૧) કાયિક – કાયાથી પણ પર્યાવરણની જાળવણી કરી શકાય છે. તપશ્ચર્યા હોવાથી આ કાયા દ્વારા અનેક પાપોથી અટકી જશું. જ્યારે પણ તપશ્ચર્યા હોય છે ત્યારે શરીરને કેટલો બધો આરામ મળી જાય છે અને દિવસ પણ કેટલો લાંબો હોય છે એમ સમય જ સમય મળી જાય છે. આ કાયાથી છએ કાયાના જીવોને અભયદાન મળે છે. એક વ્યક્તિની તપશ્ચર્યાથી આટલો બધો બચાવ થાય છે ત્યારે સેંકડો કે હજારો માણસો જોડાય તો કેટલી બધી બચત થઈ જાય. આર્થિક રીતે પણ ઘણો લાભ થાય છે. શારીરિક રીતે પણ ઘણો જ લાભ થાય છે. આમ કાયિક રીતે પણ પર્યાવરણને સંતુલિત કરી શકાય છે.
(૨) વાચિક – વાણી દ્વારા પણ પર્યાવરણનું સંતુલન જાળવી શકાય છે. મુખ દ્વારા શબદો બોલાઈ જ રહ્યા છે. આખા દિવસમાં કેટલું બધું બોલીએ છીએ એનો કયાંય હિસાબ રાખ્યો છે ખરો ! આ શબ્દોને જૈન પારિભાષિક શબ્દમાં વચન વર્ગણા કહીએ છીએ. આ શબ્દો જે બોલાયા તે વચન વર્ગણા દ્વરા મોઢે રાજલોકમાં ફેલાઈ જાય છે. આ એટલી બધી સૂક્ષ્મક્રિયા છે કે આને સમજવા માટે આપણા જ્ઞાનનો પનો ટૂંકો પડવાનો. માણસ સારુ બોલતો હોય છતાં પણ એ નુકશાનકારી છે તો કડવાકર્કશકારી વચનો બોલે છે. એ પર્યાવરણને કેટલું નુકશાન રૂપ હશે. માટે મૌન રહેવાની વાત કરી છે. મૌન ન રહી શકો તો કમસે કમ ઓછું બોલો. જરૂર પૂરતું જ બોલો. આવી રીતે વાણી દ્વારા પણ પર્યાવરણની જાળવણી કરી શકાશે.
(૩) માનસિક – માનસિકતા દ્વારા પણ પર્યાવરણનું સંતુલન જાળવી શકાય છે. માનવને ખૂબ જ કિંમતિ વસ્તુ મળી છે એ છે મન. મન દ્વારા આપણા સારા અથવા નરસા વિચારોને પ્રદર્શિત કરી શકીએ છીએ. મનના વિચારોની અસર પણ જબરજસ્ત પડતી હોય છે. As the action so the reaction, જેવું વિચારશો એવો જ પ્રત્યાઘાત મળશે.