Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 575
________________ તપશ્ચર્યા પ્રકરણ ૬ - ૬.૪ પર્યાવરણ, આસન, પ્રતિમા, આતાપના, યોગ, ભાવના, બ્રહ્મચર્ય વગેરે તપ પર્યાવરણ એક તપ પર્યાવરણનો શાબ્દિક અર્થ છે પરિક + આવરણ અર્થાત્ ચારેબાજુથી ઘેરી લેનાર. આથી પર્યાવરણમાં સજીવ અને નિર્જીવ બધાં જ તત્ત્વો સમાઈ જાય છે. સમગ્ર ધરતીને વીંટળાયેલું આવરણ એટલે કે કુદરત. દેવાધિદેવ પરમાત્મા મહાવીરે સમસ્ત કુરતને ‘અવધ્ય’ જણાવી છે. કદુરતમાં એક ઇન્દ્રિયવાળા વનસ્પતિ વગેરે (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય) સ્થાવર જીવો, બે ઇન્દ્રિયવાળા (શંખ, છીપલા વગેરે) તેન્દ્રિયવાળા, ચઉરેન્દ્રિયવાળા તથા પાંચ ઇન્દ્રિયવાળા (હાથી, ઘોડા, ગાય, બળદ વિગેરે) જીવો છે. આ તમામને અવદય જણાવ્યા છે. તમામ જીવોને અભયવચન આપો. આખા પર્યાવરણને અભયદાન આપો. આ છે દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવો ૨૫૦૦ વર્ષ પહેલા અને ઋષભદેવે લાખો વર્ષ પહેલા તથા અન્ય ધર્મના દાર્શનિકોએ પણ પર્યાવરણની સમતુલા જાળવવા માટેની વાત કરી છે. ડૉ.ભાગચન્દ્ર જૈને વિવિધ ગ્રંથોમાંથી સંકન કરીને પર્યાવરણની સમકાલીન પ્રક્રિયા ઉપર ભાર આપતાં કહ્યું છે કે “પર્યાવરણને વિજ્ઞાનના સ્વતંત્ર ક્ષેત્રમાં સ્થાપિત કરવાનું શ્રેય જર્મન જીવશાસ્રી Ernst Haeckelને જાય છે. જેણે ઇ.સ. ૧૮૬૬માં એને માટે “Oekologie” શબ્દનો પ્રયોગ કર્યો. ત્યાર પછી અંગ્રેજીમાં ‘Ecology’ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. જેનું તાત્પર્ય છે પશુઓ અને વનસ્પતિઓનો પારસ્પરિક સંબંધ તથા એમના પર્યાવરણનું અધ્યયન “A Study of animals and Plants in their relation to each other and to their enviornment” માનવ સમુદાયથી આને વિશેષ સંબંધ હોવાના કારણે આને Human Ecology પણ કહેવાયું છે. જેનો સમગ્ર સંબંધ સમાજશાસ્ત્રથી રહ્યો છે. આજે તો અંગ્રેજીમાં આને Study of Environmental Science Ecology કહેવાય છે. જેને પર્યાવરણ અધ્યયનનું વિજ્ઞાન કહી શકાય છે. ૫૩૨. પ્રસિદ્ધ ભૂગોળવેત્તા સવીન્દ્રસિંહ પણ કહે છે કે “પર્યાવરણ એક અવિભાજ્ય સમષ્ટિ છે. જેની રચના ભૌતિક, જૈવિક તેમજ સાંસ્કૃતિક તત્ત્વોવાળા પારસ્પરિક ક્રિયાશીલ તંત્રોથી થાય છે. ભૌતિક તત્ત્વ માનવ નિવાસ ક્ષેત્રની પરિવર્તનશીલ વિશેષતાઓ, એમના પ્રસંગો તથા પ્રતિબંધો, અવસ્થાઓને નિશ્ચિત કરે છે. જૈવિક તત્ત્વ જીવમંડળની રચના કરે છે. અને સાંસ્કૃતિક તત્ત્વ મુખ્યરૂપથી માનવનિર્મિત છે જે સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે.

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626