________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
ભારતીય જીવનશૈલી કોઈ પ્રયોગથી નિશ્ચિત બનેલી નથી. ઋષિઓની યોગ સાધના દ્વારા તે નિમાર્ણ પામી છે. આ જીવન શૈલી God made છે. Man made હોત તો તેમાં ક્ષતિઓને અવકાશ હતો. આ ભૂમિ તો તપોભૂમિ છે. અનેક તપસ્વી સંતો-મહંતો થઈ ગયા. જેમણે દિવસોના દિવસો મહિનાના મહિનાઓ તપશ્ચર્યા કરી છે. જેનાથી પર્યાવરણને સંતુલિત કરેલ છે. એટલા માટે ઋતુઓ પણ સહાયક બની રહી છે.
આવી રીતે તપશ્ચર્યા દ્વારા પર્યાવરણને પણ ફાયદો થાય છે. આસન એક તપ
આસન એ કાયગુપ્તિ છે અને કાયગુપ્તિ એ તપ છે. ગુપ્તિનો અર્થ છે-ગોપવવું, જે પોતાનામાં સમાવી લેવાનું, રોકી રાખવી, રોકવવાના બે અર્થ થાય છે. (૧) ચેતનાને અસથી સની તરફ લઈ જવી (૨) સત્ અને અસત્ બંને તરફથી હટાવી ચેતનાને નિષ્કપ બનાવી દેવાની, ગુપ્તિ ત્રણ પ્રકાર છે. મન, વચન અને કાયા, મનની અપકર્ષદશા ધ્યાન અને સમાધિ છે. વચનની અજન્ધાવસ્થા મૌન અને કાયાની કાયિક સ્થિતિ આસન યોગ છે.
ઉત્તમ સ્વાચ્ય અધ્યાત્મ-સાધનનો પ્રથમ આધાર છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કોઈ ઔષધિસેવનની વાત નથી પરંતુ શરીરમાં જ રોગ પ્રતિરોધ શક્તિ છે. જેને યોગાસનોના નિયમિત અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. આજના તનાવમય જીવનમાં યોગાભ્યાસથી અમૃતોપમ છે. કારણકે જીવન પ્રત્યે યથાર્થ દષ્ટિકોણ બનાવી રાખવા માટે ઑક્સિજનની પર્યાપ્ત માત્રા આવશ્યક છે. શારીરિક તથા માનસિક દોર્બલ્યનો હેતુ માત્ર લોહિની અલ્પતા નથી, ઑક્સિજનની અલ્પતા છે. જે યોગાસનો દ્વારા આ અભાવની પૂર્તિ કરી શકાય છે. વર્તમાન યુગમાં યોગાસનો –
આજનો યુગ તનાવ યુગ છે. તનાવના ત્રણ પ્રકાર મુખ્ય બતાવ્યા છે. શારિરીક તનાવ, માનસિક તનાવ અને ભાવનાત્મક તનાવ.
શારીરિક તનાવ – વધારે શ્રમ, એકધારો શ્રમ, અનિચ્છાએ કરેલું કામ, તામસિક અને રસવાળા ભોજનો છે. આની જો કોઈ દવા હોય તો તે કાયોત્સર્ગ કે કાયમુર્તિ છે. પ્રત્યેક આસન કરતા પહેલાં અને પછી કાયોત્સર્ગ કરવામાં આવે છે. શરીરમાં બંધાયેલું મન શીરની જ શોધખોળ કરે છે. તેની દિવાલની પાછળ જે જાય છે તેની નહી. કાયોત્સર્ગ તે દિવાલને તોડીને આગળ માર્ગને ચોખ્ખો કરે છે.
(૫૩)