________________
તપશ્ચર્યા
પ્રકરણ ૬
મનથી સારા વિચાર કરતા માણસ નબળા વિચાર વધારે કરે છે જેના કારણે એનું જીવન નકારાત્મક બની જાય છે. નકારાત્મકવાળાને ક્યાંય સંફળતા નથી મળતી.
આમ મન, વચન અને કાયાને શુભ રાખીશું તો પર્યાવરણ સંતુલિત રહેશે અને મન, વચન અને કાયા જો અશુભ રહેશે તો પર્યાવરણને નુકશઆન થશે. આ મન, વચન અને કાયાનો એકદપ કરનાર હોય તો તે તપ છે.
જૈનાચાર્યો પણ પર્યાવરણની સમસ્યાથી સારી રીતે પરિચિત હતા. પર્યાવરણની સમસ્યાઓ તેમની સામે આપી હતી. એમણે પહેલી વ્યવસ્થા એ આપી કે વ્યક્તિ યતનાપૂર્વક ચાલે. યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક નિદ્રાં કરે, યતનાપૂર્વક ઉઠે, યતનાપૂર્વક બોલે અને યતનાપૂર્વક ભોજન કરે તો પર્યાવરણની સમસ્યા ઉકેલાઈ જશે. આ યતનાપૂર્વક કરવું એ પણ એક તપ છે. આ એનું સામાજીક સ્વરૂપ થયુ. એના ગુણાત્મક સ્વરૂપમાં પણ કારુણ્ય, સહાનુભૂતિ, સહિષ્ણુતા, પરોપરકારવૃત્તિ, સંયમ, સમતા, અહિંસા, અપરિગ્રહ જેવા ગુણો બતાવ્યા છે. જે પર્યાવરણની રક્ષા કરે છે. આ ગુણોનું પાલન એ પણ
એક તપ છે.
જૈનધર્મ એ પર્યાવરણવાદી ધર્મ છે કારણકે ધર્મ ચાર પ્રકારે થાય છે. દાન, શીયલ, તપ અને ભાવ. દાન અપરિગ્રહની ભાવનાને જગાડે છે. શીયલ સદાચારમય બનાવે છે. તપ-ત્યાગ કરાવે છે. ભાવભાવોની શુદ્ધિ કરે છે. આવી તો બીજી પણ વાતો બતાવવામાં આવી છે. આવી રીતે ધર્મ દ્વારા પણ પર્યાવરણની સુરક્ષા કરી શકાય છે.
જો માનવજાતને જીવવું હોય તો તેણે પ્રાણીજગતને જીવાડવું રહ્યું. જે પરપીડન કરે છે તેને સ્વપીડન ભાગવવું પડે છે. કેમ કે બીજાને દુઃખ દેનારો દુઃખી થાય છે અને બીજાને સુખ દેનારો સુખી થાય છે. એચલે સ્વને પીડા ઉત્પન્ન ન થવા દેવી હોય તો પરને પીડા દેવી જોઈએ નહિ. જીવ માત્રને અભયદાન આપવું જોઈએ. આ પણ એક તપ જ છે. કુદરતે આપણે સાવ મફતમાં પૃથ્વી, પાણી, હવા, વનસ્પતિ, સૂર્યપ્રકાશ વિગેરે આપ્યું છે. એની જાળવણી કરવી એ સહુની પવિત્ર ફરજ છે. જો એનો દુરુપયોગ કરવામાં આવશે તો કુદરત ક્યારેય માફ નહિ કરે સુનામી, વાવઝોડા, ભૂકંપ, આગ લાગવી વિગેરે મુસીબતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. પૃથ્વી આદિ તમામ દ્રવ્યો મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપકારી છે. એ છે તો જીવન મધુરુ છે અને એ નથી તો જીવન અધુરુ છે. દરેક પદાર્થો કોઈ ને કોઈ રીતે મનુષ્યની રક્ષા કરે છે. એમને અભયદાન આપવું એ પણ એક તપ છે. પરંતુ માણસ આજે સ્વાર્થી બનતો જાય છે. આ માટે એક અંગ્રેજ ચિંતકે કહ્યું છે કે વિજ્ઞાનની આ બધી તીવ્ર વેગની પ્રગતિએ માનવજાતને hurry, worry અને Curry (કઢી : પસપ્રચુર ભોજન ભૂખ)માં ડુબાડી દીધો છે.
૫૩૪