________________
તપશ્ચર્યા
પ્રકરણ ૫
ધારણમાં ઉતરવાનું આસાન થઈ જશે. આને આપણે એમ સમજીએ કે પદાર્થ વિષે સમય વિના પણ કલ્પના પમ કરી શકાય છે પરંતુ ચેતના વિશે સમય વિના કલ્પના પણ કરી શકાતી નથી. વિચાર લો કે જગતમાં સમય નથી તો પદાર્થ તો હોઈ શકે છે. પથ્થર હોઈ શકે છે પરંતુ ચેતના હોઈ શકતી નથી. કારણ કે ચેતનાની જે ગતિ છે તે સ્થાનમાં નથી, સમયમાં છે જ્યારે પદાર્થ એ જડ છે. પુદ્ગલ છે એ ગતિ કરી શકતો નથી.
ચેતનાને સમય કહે છે અને ધ્યાનને સામાયિક કહ્યું. જો ચેતનાની ગતિ સમયમાં છે તો ચિત્તનું અટકી જવું એનું નામ સામાયિક છે. શરીરની સઘળી ગતિ અટકી જાય એનું નામ આસન છે અને ચિત્તની સઘળી ગતિ અટકી જાય એનું નામ ધ્યાન છે.
મનોવૈજ્ઞાનિકોએ મનને બે હિસ્સામાં વહેંચી નાંખ્યું છે. એકને કોન્શિયસ અને બીજુ અનકોન્શિયસ. એકને ચેતન અને બીજાને અચેતન કહે છે. ચેતન એ હિસ્સાને કહે છે જેના પર ધ્યાન પડી રહ્યું છે અને અચેતન એ હિસ્સાને કહીશુ જેમ પતરા કે નળિયાના મકાનમાં સૂર્યકિરણો આવે છે એ કિરણ તરફ નજર કરીશું તો ધૂળના રજકણો દેખાશે. અંધારામાં નહીં દેખાય. જેમાં પ્રકાશનું કિરણ પડી રહ્યું છે અને ધૂળના રજકણ દેખાઈ રહ્યા છે એને ચેતન કહીશું અને જે રૂમમાં અંધારુ છે, પ્રકાશ પડતો નથી, ધૂળના રજકણો ત્યાં પણ ઊડી રહ્યા છે પરંતુ એની કોઈ ખબર પડતી નથી એને અચેતન કહીશું.
પશ્ચિમમાં એક બહુ વિચારશીલ વૈજ્ઞાનિક ધ્યાન પર શોધખોળ કરી રહ્યા છે. એમનું નામ છે રાન હુબ્બાર્ડ, એમણે એક નવા વિજ્ઞાનને જન્મ આપ્યો છે. એનું નામ છે “સાયંટોલોજી” ધ્યાનની એમણે જે જે વાતોની શોધખોળ કરી છે એ બધાને મહાવીરસ્વામી સાથે બહુ મળતો આવે છે. રાન હુબ્બાર્ડે ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. ધ્યાનની પ્રાથમિક પ્રક્રિયામાં પ્રવેશ કરવા માટે આ ત્રણે શબ્દો મહાવીરના છે. ૨ાન હુબ્બાર્ડને કદાચ ખ્યાલ પણ નહીં હોય. ત્રણ શબ્દો આ પ્રમાણે છે. (૧) રીમેમ્બરિંગ (Remembering) (૨) રીટર્નિગ (Returning) (૩) રી-લિવિંગ (Re-Living). રીટનિંગ એટલે પ્રતિક્રમણ, રી-લિવિંગ એટલે જાતિ-સ્મરણ એટલે જે જીવી ગયા છો એને ફરી જીવવું અને રીમેરીંગ એટલે સ્મૃતિ.
સ્મૃતિ (Returning) – સવારે ભોજન કર્યું હતુ, બીજા પણ કામો કર્યા હતા એમાં આંશિક ખ્યાલ હોય છે. સામાન્ય ખ્યાલ નથી હોતા વિશેષ ખ્યાલ હોય છે. એવી રીતે બપોરે, સાંજ સબધીમાં અનેક ઘટનાઓ ઘટે છે પણ અમુકનો જ ખ્યાલ રહે છે એને સ્મૃતિ કહેવાય છે.
પ્રતિક્રમણ (Remembering) – પૂરેપરી સ્થિતિને યાદ કરવી સામાન્ય અને વિશેષ ઘટનાઓને યાદ કરવી.
ફરી જીવવું (Re-Living) – પ્રતિક્રમણ કર્યા પછી સારી અને નરસી બાબતોને યાદ કરી નરસી
૪૭૭,