________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
જ્યારે એ ગાળ આપે છે ત્યારે બે ઘટનાઓ ઘટે છે એ માણસ ગાળ આપે છે એ ઘટના ઘટી રહી છે ઑબ્રેક્ટિવ છે. બહાર છે એ માણસ બહાર છે. એની ગાળો બહાર છે ત્યારે આપણી અંદર ક્રોધ પેદા થાય છે એ બીજી ઘટના છે. આ ભીતર છે સજેક્ટિવ છે. આપણે શેના ઉપર ધ્યાન આપીએ છીએ ? એની ગાળો ઉપર ધ્યાન આપીશુ તો સ્વાધ્યાય નહી થાય પરંતુ આપણા ક્રોધ ઉપર ધ્યાન આપશું તો જરૂર સ્વાધ્યાય થશે.
સ્વાધ્યાયનું બીજુ સુત્ર છે રસ-રુચિથી કરો. ભલે થોડો સ્વાધ્યાય થાય પણ રસ-રુચિવાળો હોવો જોઈએ. જેનાથી મનની સ્થિરતા વધતી જાય અંદર પડેલી ગંદકી દેખાય. એ ગંદકી જેમ જેમ નીકળતી જશે તેમ તેમ એટલા પ્રમાણમાં સ્વચ્છ થતા જશું. આના કારણે લાભ એ થશે કે ભીતર ગંદકી ઓછી થવા લાગશે અને ભીતર જવાનો રસ અને આનંદ વધતો જશે. ભીતર કાંકરાને પત્થરને બદલે હીરાઝવેરાત દેખાશે. આપણી દોડ તેજ અને ઝડપથી બનતી જશે. ભીતરમાં પહોંચી જશુ ઊંડા ઉતરી જશું જે દિવસે તમે એના કેન્દ્ર પર પહોંચશો અને આત્મ સ્વરૂપનો અનુભવ થશે. મહાવીરસ્વામીએ જે સીડીઓ બતાવી છે એ અતિ વૈજ્ઞાનિક છે.
૧૧. બાયોકેમીકની અગિયારમી દવાનું નામ નેટ્રમસલ્ફ છે – જે ટાઢિયો તાવ, પેશાબ રોકાઈને આવવું તથા દમના રોગ માટે અપાય છે તેવી રીતે ધ્યાનરૂપ નેટ્રમસલ્ફ ઘાતકર્મના નાશ માટે અકસીરમાં અકસીર ઉપાય છે.
ધ્યાન – જે દસ પ્રકારના તપમાંથી પસાર થઈ જાય તેના માટે ધ્યાનને સમજવું કઠિન નથી પરંતુ જે બુદ્ધિથી સમજે છે તેના માટે કઠિન છે. ધ્યાન પ્રેમ જેવું છે જે કરે છે તે જ જાણે છે અથવા તરવા જેવું છે જે તરે છે તે જ જાણે છે. પ્રેમ એક સ્વાદ છે. એક અનુભવ છે. એક અસ્તિત્વગત પ્રતીતિ છે. તરવું એ સત્તાગત પ્રતીતિ છે.
મહાવીરે બે પ્રકારના ધ્યાન બતાવ્યા છે. (૧) અશુભધ્યાન અને શુભધ્યાન. અશુભધ્યાન એ ખોટું ધ્યાન છે. જે વ્યક્તિ ક્રોધમાં આવી જાય છે એ એક જાતના ખોટા ધ્યાનમાં આવી જાય છે. જીવનની બધી ઉર્જા ક્રોધના બિંદુ પર દોડવા લાગે છે. જીવનની શક્તિના બધા જ કિરણો ક્રોધ પર અટકી જાય છે તો તમને ખોટા ધ્યાનનો અનુભવ થશે.
આ ધરતી પર મહાવીરસ્વામી એકલા એવા માણસ છે એમણે ખોટા ધ્યાનની પણ ચર્ચા કરી છે. મહાવીરસ્વામીની આ વિશિષ્ટતા છે એટલે મહાવીરસ્વામી કહે છે આ પણ ધ્યાન છે. ઊલટું છે. શીર્ષાસન કરતુ હોય એવું છે જેમ મજનૂનુ ધ્યાન લેલા પર લાગેલું છે એટલું જ ધ્યાન મજનૂનુ જો પ્રભુ પર લાગી જાય તો ઠીક ધ્યાન બની જાય. ખોટા ધ્યાનની કઠનાઈ એ છે કે જેના પર લગાવીએ છીએ એની ઉપલબ્ધિ થતી નથી. સ્વયં સિવાયની બધી ચીજોને મેળવવાની કોશીશ કરું. એ બધી કોશિશો અસફળ જ રહેવાની કારણકે જે મારો સ્વભાવ છે એ જ કેવળ મારો થઈ શકે છે. જે મારો સ્વભાવ
૪૭૫.