________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
મારા સિવાય બીજું કોઈ મને જાણી શકતું નથી. ઓળખી શકતું નથી. આ ભાવોને લૂંટવા એટલે ભીતરમાં પ્રવેશ થાય છે. સ્વને ઓળખવામાં કોઈ જ મુશ્કેલી નહી પડે.
૧૦. બાયોકેમીકની દશમી દવાનું નામ છે નેટ્ટમફોર્સ - જે દાંતના દર્દો, ગેસ, વિગેરે માટે વપરાય છે. જો કે આ દવા બીજી દવા સાથે મેળવીને અપાય છે. તેવી રીતે સજ્જાય તત્પરૂપ નેટ્ટમફોર્સ આત્મશુદ્ધિ માટે તેમજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે તેમજ સમ્યકત્વની શુદ્ધિ માટે ખાસ કામનો છે.
સ્વાધ્યાય – સેવા કરવાથી સ્વાધ્યાયમાં ઉતરી જશો. સ્વયંના અધ્યાયમાં
સ્વાધ્યાયનો સામાન્ય અર્થ છે શાસ્ત્રોનું અધ્યયન કરવું, પઠન કરવું, મનન કરવું અને એના દ્વારા સ્વમાં પ્રવેશ કરવો. સ્વાધ્યાયનો વિશેષ અર્થ છે પોતાનું અધ્યયન. શાસ્ત્રને વાંચવા તો બહુ સરળ છે. કોઈપણ વાંચી શકે છે પરંતુ એના અર્થની સામે ભાવાર્થમાં જવાનું છે અને ભાવાર્થની સામે ભીતરમાં પ્રવેશ કરવાનો છે. સ્વાધ્યાય બહુ જટિલ મામલો છે. આપણે બહુ ગુંડવાડાવાળા છીએ, અનેક ગ્રંથિઓની જાળ છે. આપણામાં એક આખી દુનિયા ભરી પડી છે હજાર જાતના ઉપદ્રવ છે. આ બધાનું અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. જો ક્રોધનું અધ્યયન કરી રહ્યા છો તો તમે સ્વાધ્યાય કરી રહ્યા છો. જો આપણે આપણા મોહનું અધ્યયન કરી રહ્યા છીએ. શાસ્ત્રમાં જે કાંઈ લખેલું છે તે આપણા ભીતરમાં જ છે. આ જગતમાં જે કાંઈ જાણવા મળ્યું છે તે આપણી ભીતરમાં છે. આ જગતમાં જે કાંઈ જાણવા મળશે તે પણ દરેક માણસની ભીતરમાં છે.
માણસ પરમ શાસ્ત્ર છે. કારણકે જે કાંઈ પણ જાણવા મળ્યું છે, જાણી શકાયું છે એ સઘળુ માણસે જાણી લીધું છે. હવે પછી પણ જે કાંઈ જાણી શકાશે એ માણસ જ જાણી શકશે. બસ આપણે સ્વયંને જાણવાનું છે તો જે જાણી લેવાયું છે અને જે જાણી શકાશે એ સઘળું એ જાણી લઈ શકે છે એટલે તો મહાવીરસ્વામીએ આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે –
ને નાસે સવૅ ના II 1 |
એકને જાણી લેવાથી બધાને જાણી શકાય છે. સ્વયને જાણી લેવાથી બધું જ જાણી શકાય છે. પહેલી વાત એ છે કે જાણવા યોગ્ય જે કાંઈ પણ છે તેના આપણે બે ભાગ કરી શકીએ છીએ. એક છે આજેક્ટિવ-વસ્તુગત. બીજો છે સજેક્ટિવ-આત્મગત જાણવાની ક્રિયામાં બે ઘટનાઓ ઘટે છે. એક જાણવાવાળો હોય છે અને જેને જાણવાની જે ચીજ હોય છે. વિષમ હોય છે જેને આપણે જાણીએ છીએ અને જાણવાવાળો હોય છે જે જાણે છે અને જેને જાણવાની જે ચીજ હોય છે. વિષય હોય છે. જેને 1. આચારાંગ સૂત્ર ૧-૪-૩