________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
જવાશે. કાંઈ જ બાકી ના રહે. બન્ને ખાતાં બરાબર થઈ જાય, સરભર થઈ જાય બધા આંકડા, જે કાંઈ પણ કર્યું હતું એ સંપૂર્ણ રીતે ના કર્યા બરાબર થઈ જાય. જે મેં લીધું હતું તે મેં સંપૂર્ણ દઈ દીધું એવું થઈ જાય. જમા-ઉધાર બરાબર થઈ જાય અને હાથમાં કેવળ શૂન્ય બચે તો મહાવીરસ્વામી કહે છે - એ શૂન્ય અવસ્થા જ મુક્તિ છે.
મહાવીરસ્વામી કહે છે ક્યાંય પણ સેવાનો અવસર મળ્યો અને ભીતરથી સેવા કરવાની ઇચ્છા થાય છે તો રોકશો નહી થઈ જવા દો. સેવા અને કામ પતે એટલે ચૂપચાપ વિદાય થઈ જાવ. કોઈને ખબર ના પડે કે આપે સેવા કરી છે. ખુદ પોતાને પણ એવું ના લાગે કે તમે સેવા કરી છે તો એ વૈયાવચ્ચ છે.
વૈયાવચ્ચનો અર્થ છે ઉત્તમ સેવા, સાધારણ સેવા નહીં. એવી સેવા જેમાં ખબર પણ પડતી નથી કે મેં શું કર્યું છે. આ સેવા દવા જેવી છે. દવાથી બીજો કોઈ લાભ નથી માત્ર બીમારી ઘટી જાય છે. સેવા એટલે જે કર્યું છે એને ભૂંસી દેવું, સાફ કરી દેવું. જે વ્યક્તિ બીજાની સેવા કરશે તે કહેશે એ બીમાર છે એટલે એની સેવા કરું છું. એ વૃદ્ધ છે એટલે એની સેવા કરું છું. પરંતુ સેવા માંગી શકાતી નથી. માંગવા માટે કોઈ જાતનું કારણ નથી અને જો કોઈ સેવા નહીં કરે તો એનાથી ક્રોધ પણ પેદા નહી થાય. અપેક્ષાઓ તૂટતી જતી હશે. એનાથી મનમાં કોઈ કષ્ટ પણ નહીં આવે અને એવું પણ નહી લાગે કે આ માણસે સેવા કેમ ના કરી.
સેવાથી અનુશાસનમાં અવાય છે. અનુશાસનમાં આવવુ એટલે દેવ-ગુરુ-ધર્મની આજ્ઞામાં આવી જવું અને એમની આજ્ઞામાં આવતા જ પાપનું પ્રક્ષાલન થાય છે. ભવિષ્ય આપોઆપ ઉજળું બની જાય છે. અંતર તપમાં આગળ વધી જવાય છે પરંતુ એમાં ક્યાયં સ્વાર્થની ગંધ આવશે. કાંઈક મેળવવાની લાલસા જાગશે તો અંતરતપ નહીં થાય. અંતરતપ ત્યારે જ થાય કે નિપ્રયોજન હોય. જે સેવા કરી રહ્યા છીએ ત્યારે એનાથી કોઈ જાતની ગરિમાની, ગૌરવની, અસ્મિતાની કોઈ ભાવના ભીતરમાં ગહન ના થાય માત્ર કર્મ નિર્જરા (નાશ) માટે જ કરી રહ્યો છું.
મહાવીરસ્વામીએ સેવાને આંતરિક તપ શા માટે કહ્યો? આની પાછળ ખૂબ જ મોટું કારણ છે. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે સેવા કરવી કઠિન છે. એ સેવા સરળ છે જેમાં કોઈ રસ મળતો હોય. આ સેવામાં કોઈ રસ નથી. કેવળ લેવડ-દેવડ બરાબર કરવાની છે. એટલા માટે એ તપ છે અને મોટું આંતરિક તપ છે કારણકે આપણે જે કાંઈ પણ કરીએ છીએ એમાં કર્તા નથી બનવાનું કર્તાભાવને નષ્ટ કરવાનો છે. આપણે કાંઈક કરીએ તો કર્તા ના બનીએ. એનાથી મોટું તપ કર્યું હશે? જે બીજુ કરવા રાજી ના હોય એવી સેવા કરો અને એ સેવા કરીને તમે ખસી જાવ ત્યાં કર્તા બનીને હાજર ન રહો.