________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
મહાવીરસ્વામી કહે છે કે દુઃખનું કારણ મારા પોતાના જ કર્યો છે. આ વાત જો સાફ સાફ ખ્યાલ આવી જાય તો આપણે સમાંતર અંતર્ધારાઓ છે. કર્મોની સમાંતર દોડી રહ્યાં છીએ અને પ્રત્યેક વ્યક્તિ પોતાની ભીતર જીવી રહ્યો છે. પરંતુ જ્યારે જ્યારે આપણાથી અલગ કોઈ બીજી ધારા સાથે જોડાઈ જઈએ છીએ ત્યારે તકલીફ શરૂ થાય છે.
મહાવીરસ્વામી કહે છે કે જે કંઈ હું પોતાના માટે કરી રહ્યો છું. સારું તો સારું, ખરાબ તો ખરાબ, હું જ મારું નર્ક છું અને હું મારું સ્વર્ગ છું. હું જ મારી મુક્તિ છું, મારા સિવાય, મારા માટે બીજું કોઈ પણ નિર્ણાયક નથી ત્યારે એક વિનમ્રભાવ પેદા થાય છે જે અહંકારનું રૂપ નથી, અહંકારનો અભાવ છે. એ અહંકારનું તરલ છે. છિન્ન ભિન્ન કે ફેલાયેલું સ્વરૂપ કે આકાર નથી એ અહંકારનો અભાવ છે. બાહુબલીજીએ અહંકારનો અભાવ કર્યો ને વિનય-નમ્રતાનો સદ્ભાવ કર્યો. સદ્ભાવ કરતાની સાથે જ એ પૂર્ણ બની ગયા. જે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત કરી લીધું માટે જ કહ્યું છે કે વિનય એ વશીકરણનો મંત્ર છે. કોઈને પણ વશ કરવા હોય તો વિનય કરો અને પછી જુઓ એની તાકાત.
૯. બાયોકેમીકની નવમી દવાનું નામ છે નેરખપુર – જે બંધકોષ, સુકાયેલુ ખરજવું તેમાંથી પાણી ઝરવું, આંખમાંથી પાણી આવવું વિગેરે માટે કામ આવે છે. તેવી રીતે વૈયાવચ્ચ રૂપ નેરમપુર દવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે તથા ક્ષય માટે તેમજ દર્શનાવરણીય કર્મના ક્ષય માટે, અંતરાય કર્મના ક્ષય માટે ખૂબ જ અસાધરણ દવા છે. જો કે બધી દવાઓ દરેક કર્મના ક્ષય માટે છે છતાં પણ શાસ્ત્રમાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ હ્યો છે તેથી જ વૈયાવચ્ચ માટે વધારે આગ્રહ લખ્યો છે.
વૈયાવચ્ચ – વૈયાવચ્ચનો અર્થ છે સેવા. સેવાનો અર્થ છે જીવનદાન. મહાવીરસ્વામી કહે છે સેવા અતીતમાંથી જન્મે છે. જે કર્મ આપણે અતીતમાં કર્યા છે એના વિસર્જન માટે સેવા છે. પૂર્વભવમાં ખોટું ભેગુ થઈ ગયું છે તેની નિર્જરા થશે. એનું વિસર્જન થશે. કદાચ આ પૂર્વભવનું ન હોય અને આ ભવમાં કોઈની સેવી કરીશું તો નિર્જરા જ થશે. શાતાવેદનીય કર્મ આપોઆપ બંધાઈ જશે. સેવા પુણ્ય, યશ કે લાભના લક્ષે નથી કરવાની પરંતુ કર્મનિર્જરા માટે જ કરવાની છે.
સેવા સેવક બન્યા વિના નિસ્વાર્થભાવે કરવાની છે. સેવક બન્યા વિના જો સેવા થઈ શકે તો જ સેવા છે. વિચારવાનું એ જ છે કે સેવામાં રસ છે કે સેવકમાં રસ છે. સંત ફ્રાંસિસ ઇસાઈ સેવાના સાકાર પ્રતિક છે. નંદિષેણમુનિ સેવાના ભેખધારી હતા કે કોઢીયાને પણ ગળે લગાડતા હતા ત્યાં મનમાં કોઈ જ વિચાર ન હતો.
મહાવીર એક મેટા-મેથી-ફિઝિક્સ યા મેટા-મેથમેટિક્સ વાત કરી રહ્યા છે. પરા-ગણિતની એ એવું કહી રહ્યા છે કે જે મે કહ્યું છે તેને મારે સંતુલિત કરવું પડશે. મેં આપને તમાચો માર્યો છે તો મારે પગ દબાવી આપવા પડશે એટલે પેલુ વિશ્વનું જાગતિક ગણિત છે. એમાં સંતુલન આવી જશે. શૂન્યવત્ બની
(૪૭૧)