________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
એટલા માટે જોઈએ છીએ કે બીજાના દોષ જેટલા વધારે દેખાય એટલા જ આપણે આપણી જાતને નિર્દોષ દેખાઈ છીએ. બીજાના દોષ વધારે દેખાય તો આપણને આનંદ આવે છે અને પોતાને નિર્દોષ ગણીએ છીએ માટે મનના આ આંતરિક રસને જોવો સમજવો જરૂરી છે એટલે વિનયની સાધનાનું પહેલું સૂત્ર છે કે આપણા આ અહંકારનો સહારો કયો છે? એવા કયા સહારાથી સાચે જ અવિનયી બની જઈએ છીએ. જ્યાં સુધી એ સહારા છૂટે નહી કે તૂટે નહી ત્યાં સુધી આપણે વિનય ઉત્પન્ન કરી શકતા નથી. નિંદામાં રસ આવે છે. સ્તુતિ કરવામાં કષ્ટ પડે છે. એટલે બીજાના દોષ આપણે હજારો માઈલ દૂરથી પણ જોઈ શકીએ છીએ પરંતુ આપણા પોતાના દોષ આટલા નજીક હોવા છતા આપણે જોઈ શકતા નથી તો પછી વિનયની તો વાત જ ક્યાં કરવી.
વિનય પોઝેટિવ છે. મહાવીરસ્વામી રચનાત્મક જોર આપી રહ્યા છે કે તમારી અંદર એ અવસ્થા જન્મે જ્યાં બીજા દોષ રહી શકતા નથી અને એ ક્ષણે પોતાના દોષ દેખાવાના શરૂ થઈ જાય છે. તે ક્ષણે વિનય અનેકાનેક રૂપે વરસવા માંડે છે. એક તો જે વ્યક્તિ પોતાના દોષ જોઈ શકતો નથી એ બીજાના દોષને બહુ કઠોરતાથી જુએ છે એ બીજાના દોષોને પણ બહુ સહૃદયતાથી જુએ છે કારણકે એ જાણે છે કે એની અંદર પણ એ જ છે.
જૈનદર્શનમાં વિનયની પરિભાષા સુંદર કરી છે જે આપણાથી શ્રેષ્ઠ છે. એમનો આદર વિનય છે. ગુરુજનોને વિનય, માતા-પિતાનો આદર, શ્રેષ્ઠ મહાનુભાવનો આદર, સાધુ-સંતોનો આદર, લોકમાન્ય પુરુષોનો આદર, આ બધાનો આદર એ વિનય છે. એનો અર્થ એવો નથી કે બીજા સામાન્ય છે એનો આદર નહીં કરવાનો? ના એવુ નથી વિનય તો બધાનો જ કરવાનો પરંતુ કક્ષા પ્રમાણે કરવાનો છે.
વિનય એ આંતરિક ગુણ છે. દરેકને આદર આપવાનો છે કારણકે આદર એ આંતરિક ગુણ છે અને આદર માણસને અંતરાત્મા તરફ લઈ જાય છે. જેમ સૂરજ, પાણી, પવન, આકાશ એ દરેકને આપે છે એમ વિનય પણ દરેકનો કરવાનો છે.
વિનીત માણસ માને છે કે એ જ થવાનું છે જે થઈ રહ્યું છે એ જ થઈ શકે છે જે થઈ રહ્યું છે એને સ્વીકારે છે. ગૌતમસ્વામીની શંકાનું સમાધાન થતા જ મહાવીરસ્વામીના ચરણમાં જૂકી ગયા અને પરમ વિનયી રત્ન બની ગયા. જીસસ જુડાસના પગે પડી ગયા, એનો હાથ ચૂમવા લાગ્યા, જીસસ કહે છે કે શત્રુઓને પ્રેમ કરો. મહાવીર સ્વામીના વિનય માટે શ્વીન્ઝરે સરસ શબ્દનો પ્રયોગ કર્યો છે. શ્વત્સરે એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે “રેલ્ડરન્સ ફોર લાઈફ' જીવનના પ્રતિ સન્માન પતંગિયું હોય કે વીંછી બેઉને બચાવી લો.
વિનય બહુ જ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. દોષ બીજામાં છે જ નહી. બીજા મારા દુઃખનું કારણ છે જ નહીં.