________________
તપશ્ચર્યા
પ્રકરણ ૫
હતા પણ એ અક્ષરની આજુબાજુ કાંઈક ચિત્ર જેવું બનાવી દેતા જેથી એ ખરાબ દેખાવને બદલે આકર્ષક અને સુંદર બની જાય એટલે એમનું હસ્તલિખિત સાહિત્ય સુશોભનથી ભર્યુ પડ્યું છે. આના ઉપરથી આપણે પણ એ જ સમજીશું કે આપણા જીવનની થયેલી ભૂલોને સુધારીને સુંદર મજાનું ચિત્ર બનાવી લઈએ.
પ્રાયશ્ચિત બહુ અદ્ભૂત ઘટના છે. પશ્ચાતાપમાં કોઈક ભૂલ થઈ છે જ્યારે પ્રાયશ્ચિતમાં ખ્યાલ આવશે કે હું જ ખોટો છું. કોઈનો પણ વાંક નહી દેખાય, કર્મનું બહાનું નહી ચાલે. ખોટો માણસ જ ખોટા કર્મ કરે છે; કર્મ કદી ખોટું હોતું નથી. બાવળના કાંટા ખોટાં હોતા નથી એ તો બાવળના જ આત્મામાંથી નીકળે છે.
મહાવીરસ્વામીએ પ્રાયશ્ચિતને અંતરતપનો પહેલો ભાગ કેમ બતાવ્યો ? કારણકે એ જ વ્યક્તિ અંતર્યાત્રા પર જઈ શકશે જે કામની ભૂલ છોડીને ખૂદની ભૂલને, સ્વયંની ભૂલને જોવાનું શરૂ કરશે. ત્રણ જાતના માણસો બતાવ્યા છે. (૧) એ લોકો જેમને બીજાની ભૂલો દેખાય છે (૨) એ લોકો જે કર્મની ભૂલોને જુએ છે અને (૩) એ લોકો છે જે પોતાની સ્વયંની ભૂલો જુએ છે જે બીજાની ભૂલોને જુએ છે એ પશ્ચાતાપ પણ કરતા નથી. જે કર્મની ભૂલો જુએ છે એ પશ્ચાતાપ કરે છે પરંતુ જે સ્વયંની ભૂલને જુએ છે એ લોકો હંમેશા પ્રાયશ્ચિત કરવામાં ઊંડા ઉતરે છે.
મહાવીરસ્વામી સમ્યક્ રીતે પ્રાયશ્ચિત કરતા હતા કારણ કે એમની બીજાની ભૂલેનો નહિ પણ સ્વયંની ભૂલોને જોતા આવડતું હતું. એના કારણે એમને ગમે તેટલા ક્રોધિત ક૨વામાં આવે પણ એ ક્રોધિત થઈ શકતા ન હતા. કોઈ મહાવીરસ્વામીને ગાળ આપે તો એ ગાળ એવી રીતે ગૂંજવા લાગશે જેમ કોઈ પૂર્વત માળામાં ગૂંજે અને વિલીન થઈ જાય. જીસસને પણ શૂળીએ લટકવું પડ્યું કારણકે એમણે એક ગાલે માર ખાધો તો બીજો ગાલ ધરી દીધો. તુકારામ હોય, એકનાથ હો., મીરાબાઈ હોય, સોક્રેટીશ હોય કે પયગંબર સાહેબ હોય આ બધા જ સ્વયંની ભૂલ ને જોઈ શકતા હતા. ગમે તેવી મુશ્કેલીમાં પણ એમને કોઈ જ પરેશાની ન હતી. બીજા ખોટા નથી એ વાતના સ્મરણથી જ ભીતરની અંતર્યાત્રા શરૂ થાય છે. હું ખોટો છું એવું નિશ્ચિતપણે માનીને આગળ વધે એ જ દ્રષ્ટિ આધડની હોય છે. “હું છું” એમ માનવું એ જ મોટી ભૂલ છે. “હું છું”માંથી “હું નથી”માં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત ફલિત નહી થાય અને જે દિવસે “હું નથી”નો અનુભવ થાય છે, હું શુન્યવત બની જાઉં છું એ જ દિવસે ચેતના રૂપાંતરિત થઈ જાય છે અને નવા લોકમાં પ્રવેશ કરે છે.
આપણા ચિત્તની બે દશાઓ છે. એક ઊંઘતી ચેતના અને બીજી જાગૃત ચેતના. પ્રાયશ્ચિત એ જાગૃત ચેતનાનું લક્ષણ છે. પશ્ચાતાપ એ ઊંઘતી ચેતનાનું લક્ષણ છે. પ્રાયશ્ચિત એ જ કરી શકે છે કે જે જાગૃત છે. જે પોતાની જાતને હચમચાવીને પૂછી શકે કે શો અર્થ છે ? આ જિંદગી છે જે જીવી રહ્યો છું. એનો
૪૬૮