________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
મતલબ શું છે ? આ સવારથી સાંજ સુધીના ચક્કર, આ ક્રોધ અને ધૃણાના ચક્કર, આ પ્રેમ અને વહેમના ચક્કર, ક્ષમા અને દુશ્મનીના ચક્કર આ બધું શું છે? આ ધન, યશ, અહંકાર, પદ, મર્યાદા આ બધું શું છે? મેં જે કાંઈ કર્યું છે તેમાં હું કઈ રીતે આગળ વધ્યો છું. ક્યાંય પહોંચી શક્યો છું ? કોઈ યાત્રા થઈ રહી છે ખરી ? કોઈ મંઝિલ નજીક આવતી દેખાય છે ખરી ? કે પછી ગોળ ગોળ ચક્કરની માફક ધૂમી રહ્યા છો ? છ બાહ્યતપ પછી આ આસાન બની જશે. સંલીનતા પછી એ આસાન થઈ જાય છે કે આપણી શક્તિ આપણી ભીતર બેસી ગઈ છે ત્યારે તમે એને હચમચાવીને, હલાવીને પૂછી શકો છો, જગાડીને કહી શકો છો કે આ હું શું કરી રહ્યો છું? આ ઠીક છે? બરાબર છે? ત્યારે જ તમે પ્રાયશ્ચિત કરી શકશો. પ્રાયશ્ચિત એ જાગરણનો સંકલ્પ છે.
પ્રાયશ્ચિતનું પહેલું સૂત્ર છે. તમે જેવા છો એનો સ્વીકાર કરો. એ તથ્યની સ્વીકૃતિ એ જ પ્રાયશ્ચિત છે.
પ્રાયશ્ચિતનું બીજુ સૂત્ર છે બીજાની સમક્ષ ભૂલોને પ્રગટ કરો. ઑગસ્ટીનનું પુસ્તક “કન્સેશન્સ” એમાં એમણે લખ્યું છે તે બન્યું હશે. પાપની પણ એક સીમાં હોય છે. અસીમ પાપ પમ કરી શકતા નથી. એની પણ એક સીમા હોય છે. કવિએ પણ કહ્યું છે કે.....
ભૂલોની જયારે કબુલાત થઈ જશે ત્યારે જીવનની સાચી શરૂઆત થઈ જશે... ૮. બાયોકેમીકની આઠમી દવાનું નામ છે મેગનેશીયમા ફોર્સ - જે ઉટાંટીયો, શરદી, ખાંસી. આ બધા માટે કામ આવે છે તેમ જૈન શાસનની વિનયરૂપ મેગ્નેશિયાફોર્સ જે અહંરૂપી ખાંસી, ઉટાંટીયો, દમ રૂપી શરદી માટે કામ આવે છે. જેના દ્વારા અહમ્ રૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે.
વિનય – પ્રાયશ્ચિત પછી જ વિનય પ્રાપ્ત થવાની સંભાવના છે કારણ કે જ્યાં સુધી મન બીજાના દોષો જોયા કરશે ત્યાં સુધી વિનય પ્રાપ્ત ન થઈ શકે. હું સાચો બાકી બધા ખોટા ત્યાં સુધી વિનય પ્રાપ્ત ન થઈ શકે. વિનય તો ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે અહંકાર બીજાના દોષ જોઈને પોતાને પુષ્ટ કરવાનું બંધ કરી દે. દોષદષ્ટિ એ અહંકારનું ભોજન છે. બીજાના દોષ જોવાનું પણ ચાલુ રાખો અને અહંકાર ગાયબ થઈ જાય એ ક્યારેય પણ બની જ ન શકે એટલા માટે જ મહાવીરસ્વામીએ વૈજ્ઞાનિક ક્રમ રાખ્યો છે. પહેલા પ્રાયશ્ચિત અને પછી વિનય કારણકે પ્રાયશ્ચિતની સાથે જ અહંકારને મળતુ ભોજન બંધ થઈ જાય છે.
બીજાના દોષ શા માટે જોઈએ છીએ ? કદાચ આનો ગંભીરતાથી વિચાર જ કર્યો નથી. આપણે બીજાના દોષ જોવામાં આટલો રસ કેમ લઈએ છીએ ? અસલ વાત એ છે કે આપણે બીજાના દોષ