________________
તપશ્ચર્યા
પ્રકરણ ૫
-
શરીર સામે પડેલું દેખાશે પરંતુ આપણે નિરંતર બહાર ભાગી રહ્યા છીએ આપણું આ બહાર ભાગવું આક્રમણ છે. મહાવીર સ્વામીએ ખૂબ જ સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે. “પ્રતિક્રમણ” પ્રતિક્રમણનો અર્થ છે ભીતર પાછા ફરવું. કમિંગ બેક ટુ ધ હોમ એટલા માટે મહાવીરસ્વામી અહિંસા પર આટલો આગ્રહ રાખે છે કે જો મનનું આક્રમણ ઓછું થાય નહીં તો પછી પ્રતિક્રમણ થઈ શકશે નહીં. સંલીનતા ફલિત નહીં થાય.
આપણે જેને જીંદગી કહીએ છીએ એ એક લાંબી નરકયાત્રા છે અને એ નરકયાત્રાનું કારણ બસ એટલું જ છે કે આપણાં મન આક્રમક છે. પર-કેન્દ્રિત મન આક્રમક હોય છે. સ્વ કેન્દ્રિત મન અનાક્રમક હોય છે. જેનાથી એ પ્રતિક્રમણ બરાબર કરી શકે છે. આ પ્રતિક્રમણની યાત્રા જ સંલીનતામાં ડૂબાડી દેછે.
૭. બાયોકેમીકની સાતમી દવાનું નામ છે કાણીસ← ઃ— જે ગડગૂમડ, કાનનું, દાંતનું પાડવું, ખરજવું વિગેરે માટે કામ આવે છે તેવી રીતે જૈન શાસનોનો સાતમો તપ પ્રાયશ્ચિત છે જેના દ્વારા અનાદિની થાય. વાસનાઓ શાંત થાય છે. અઢારે પાપના ગડગૂમડ બેસી જાય છે. આત્માની ચિંતા ઓછી થાય છે. જીવ હળવો ફૂલ બની જાય છે. તેને કોઈ જાતનો ભય રહેતો નથી. આવી રીતે અનેક કાળમાં પ્રાયશ્ચિતરૂપી કાણીસ← દવા કામમાં આવે છે.
પ્રાયશ્ચિત – કરેલી ભૂલોનો દંડ લેવો અને શુદ્ધ થઈ જવું. પશ્ચાતાપ હશે તો પ્રાયશ્ચિત જરૂર થશે. પશ્ચાતામ નિર્મળ અને પવિત્ર બનાવે છે. પાપભીરુ બનાવે છે. પશ્ચાતાપનો ડંખ હશે તો વેદન રહ્યા ક૨શે. વેદનમાંથી સંવેદના પ્રગટ થશે. એ સંવેદના જ સભ્યદિશામાં લઈ જઈને પ્રાયશ્ચિત કરાવશે.
પી. ડી. આસ્પૅસ્કીએ એક ખૂબ જ અદ્ભુત પુસ્તક લખ્યું છે. “The Stmang life of Iavan osokin” ઇવાન ઓસોકિને પણ ભૂલને અજ્ઞાનતા માની હતી પરંતુ ખ્યાલ આવતા ફરી ભૂલ ન થાય એના માટે પશ્ચાતાપ પણ કર્યો હતો.
પ્રાયશ્ચિતનો અર્થ છે જે માણસે ભૂલ કરી હતી તેનું મૃત્યુ એ પર્યાયરૂપ ચેતનાનું મૃત્યુ જેનાથી ભૂલ થઈ ગઈ હતી. એવી ચેતનાનું પુર્નજીવન કરીએ કે જેનાથી ભૂલ થઈ ગઈ હતૂ. ફરીથી રસ્તો સાફ કરવાનો. ફરી એ જ જગ્યાએ જઈને ઉભા રહેવાનું જ્યાંથી એ ભૂલ થતી હતી. એ જ જગ્યાએ જઈને ઉભા રહેવાનું, પગ થોડો ડગમગી જાય છે. ભૂલ કર્યા પછી, અપરાધ કર્યા પછી ફરી એ પગને મજબુત કરવા ક્ષમા ધર્મના સહયોગી બનવાનું.
૪૬૭
રવીન્દ્રનાથ ટાગોરની હાથે લખેલી હસ્તલિખિત સાહિત્ય જોવામાં આવે તો જરૂર આશ્ચર્ય થાય. રવીન્દ્રનાથથી જો લખવામાં ક્યાયં ભૂલ થઈ ગઈ હોય તો એ અક્ષરને ચેકો મારીને એને રદ કરતા ન