________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
પણ અનંત મન હોય છે. ઘણાં મન છે. એ પોલિસાઈક્કિ છે ઘણા મન દ્વારા આપણે શક્તિને વેડફી દઈએ છીએ માટે જ સંલીનતામાં આપણે આગળ વધવાનું છે. સંલીનતા શક્તિનો સંગ્રહ કરે છે. સ્વયંને જ ઓળખવા પડશે.
ક્રોધ કે અક્રોધની સ્થિતિમાં અલગ દેખાશે. તમને ખ્યાલ આવશે કે ક્રોધનાં પણ સ્ટેપ્સ છે. ક્રોધમાં પણ બહુ રંગ છે. ક્યારેક એક રીતે ક્રોધિત થાવ છો ક્યારેક બીજી રીતે તો વળી ક્યારેક ત્રીજી રીતે; આ ત્રણે જાતના ક્રોધમાં તમારા શરીરની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે ત્યારે જોઈ શકાશે કે આપણી અંદર શું શું છુપાઈને પડ્યું છે એ જોઈને ચકિત થઈ જશો. આ પહેલો પ્રયોગ છે નિરીક્ષણ. એનાથી જાણી શકાશે કે આપણી અંદર શું થઈ રહ્યું છે. આપણે જે શક્તિના પુંજ છીએ એ શક્તિનો તમે ઉપયોગ કેવો કરી રહ્યા છો?
સંલીનતા માટે બીજો પ્રયોગ છે જ્યારે ચિત્ત ક્રોધથી ભરેલુ હોય ત્યારે અરિસાની સામે ઉભા રહી જવાનું શાંતિથી જોવાનું આપણા એક એક ભાવને....આનાથી આપણે ક્રોધને શાંતિની સ્થિતિમાં લઈ જવામાં સમર્થ બની જશું.
સંલીનતાનો બીજો અભ્યાસ છે મનમાં કંઈક શરીરમાં કંઈક...એનો અરીસા સામે ઉભા રહીને અભ્યાસ કરવો. આગળ જતા અરીસા વિના પણ અનુભવ કરી શકશો. જયારે ક્રોધ આવે ત્યારે એને અવસર બનાવો, આનંદ પ્રગટ કરો. જ્યારે ધૃણા થાય ત્યારે પ્રેમ પ્રગટ કરો, જ્યારે કોઈનું માથું ફોડી નાંખવાનું મન કરે ત્યારે એના ગળામાં ફૂલોનો હાર પહેરાવી દો. ના ક્રોધ રહેશે, ના ક્ષમા રહેશે. ના પ્રેમ રહેશે ના ધૃણા રહેશે અને જેવા એ બન્નેથી પર પાર થઈ જઈએ ત્યારે સંલીન થઈ જવાશે.
સંલીન શબ્દ ઓછો વપરાય છે. તલ્લીન શબ્દ વારંવાર વપરાય છે પરંતુ મહાવીરસ્વામીએ તલ્લીન શબ્દનો ઉપયોગ નથી કર્યો. તલ્લીનનો અર્થ છે બીજામાં લીન થવું. જ્યારે સંલીનનો અર્થ છે પોતાનામાં લીન થવું. પોતાનામાં જ પૂરો છે. જરા પણ બહાર જતો નથી. ગતિ પણ રહેતી નથી. કારણકે ગતિ તો બીજા સુધી જવા માટે છે. પોતાના સુધી પહોંચવા માટે કોઈ ગતિની જરૂર નથી ત્યાં અગતિ થઈ જશે. ત્યાં આપણે જ છીએ. કુશળતાનો અર્થ છે કામ થઈ જાય અને ખબર પણ ન પડે.
ફિલોસોફર એવા કાલિ વિલ્સને કહ્યું છે કે આપણે એ જ વસ્તુઓમાં કુશળ હોઈએ છીએ અને જ્યારે કુશળ થઈ જઈએ છીએ ત્યારે આપણી અંદર એક જે રોબોટ છે. આપણી અંદર જે એક યંત્રમાનવ છે. જે બધાની અંદર છે. કુશળતાનો અર્થ છે કે આપણી ચેતનાએ કામ યંત્ર-માનવનો સોંપી દે છે ત્યારે ચેતના સભાનપણે જાગૃત થઈને જોયા કરે છે. સંલીનતાના આ પ્રયોગમાં જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ શરીરની બહાર એસ્ટ્રલ પ્રોજેકશન અથવા એસ્ટ્રલ ટ્રાવેલિંગ સરળતાથી થઈ શકે છે. જ્યારે આપણું શરીર મટી ગયું, મન મટી ગયું કેવળ આપણે રહી ગયા છીએ ત્યારે દેહાધ્યાસ થઈ જાય છે.