________________
તપશ્ચર્યા
પ્રકરણ
- ૫
તમામ કાર્યો જાતે જ કરતા હતા. જેના કારણે કોઈની રાહ જોઈને સમયને બગાડતા ન હતા. જો રાહ જોશો તો સમય ઘણો જ બગડી જશે.
મનોવૈજ્ઞાનિક એવા ફ્રાન્સના લોરેંજો કહે છે કે તમે સકારાત્મક (Positive) બનો. નકારાત્મક વિચારો ન કરો. નબળા વિચારોથી ભય જન્મે છે અને માંસપેશિયો અંદરની બાજુ સંકોચાય છે માટે દુઃખનો અનુભવ થાય છે, સહન થતો નથી પરંતુ સકારાત્મક વિચાર કરવાથી માંસપેશિયો ફુલાય છે ત્યાં સુખ મળે છે માટે જ કહ્યું છે કે સુખ ફેલાય છે અને દુઃખ સંકોચાય છે. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. ભગતસિંહનું વજન ફાંસીના માંચડે વધી ગયું હતું. જેલમાં એમનું વજન કર્યું હતું અને ત્યાંથી ફાંસીના માંચડે લઈ ગયા પછી ફરી વજન કર્યું તો ફાંસી મળવાની છે એના કારણે ભગતસિંહનું વર્જન બે કિલો વધી ગયું કારણકે ભગતસિંહજી એટલા બધા ખુશ અને આનંદિત બની ગયા હતા કે એ ફેલાઈ ગયો હતો પરંતુ જ્યારે દ:ખુમાં હો છો ત્યારે પોતાની રક્ષા માટે સંકોચાય છે.
મહાવીરસ્વામી કહે છે કે શરીર દુઃખમય છે, દુઃખફલક છે. શરીર સાથે ક્યારેય પણ સુખ મળતું નથી હંમેશા દુઃખ જ મળે છે. આ સાધનામાં સાધક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એને શરીરથી બહુ જ દુ:ખનો અનુભત થતો જશે. જે કાલ સુધી દેખાતું ન હતું તે દુ:ખ એને દેખાવા લાગે છે. કારકણકે એ પોતાના ભ્રમમાં અને મોહમાં જીવી રહ્યો હતો. એ ભ્રમ જેવો ભાંગશે એટલે કાયકલેશમાં મક્કમ બની જશે. સ્થિરતા પ્રાપ્ત થવાથી શાન્તિનો અનુભવ છે. આનંદ, ઉલ્લાસને માણી શકાશે. જીવન જીવવા જેવું લાગશે.
૪૬૪
જેમ જેમ સાધનામાં અંદર પ્રવેશ પડશે ત્યારે સઘળા દુઃખ તૂટવા માંડશે. વર્તમાનમાં જીવવું પડશે ત્યારે સઘળા દુઃખ પ્રગાઢ બનીને કનડશે, બધી બાજુએથી દુ:ખ ઊભા થઈ જશે. બધી બાજુએથી ઘડપણ અને મોત દેખાવા માંડશે. કયાંય સુખનો કોઈ સહારો રહેશે નહીં. જે કાગળની હોડી તમે ધારતા હતા કે ભવસાગર પાર કરાવી દેશે એ હોડી ડૂબી જશે. જેને તમે સહારો ગણતા હતા તે જ ખોવાઈ જશે. જે ભ્રમોના આશરે તમે જીવતા હતા તે બધા જ ભ્રમો તૂટી જશે. જ્યારે બિલકુલ ભ્રમ શૂન્ય, તમે ભવસાગરમાં ડૂબતા હશો, ઉભા હશો, ના કોઈ નાવ હશે, ના કોઈ સહારો હશે, ના કોઈ કિનારો દેખાશે અને ત્યારે અતિ કલેશ થશે. એ કલેશનો સહન કરજો. એ કલેશનો સ્વીકાર કરવો પડશે. એ સમયે એમ જ સમજજો કે જીવનની એ જ નિયતિ છે. બસ આ મનોવૈજ્ઞાનિક સકારાત્મક ભાવે વધારજો, એનો પ્રેમથી સ્વીકાર કરજો. પણ એનાથી ખબર નહી પડે. એટલે જ તો મહાવીર સ્વામી બધા જ દુઃખોની વચ્ચે પણ આનંદપૂર્ણ રહી શકતા હતા. ઠંડીમાં કે તાપમાં ઉભા હોય, ભોજનનો ત્યાગ કર્યો હોય, કે કોઈ પરિષહ ઉદયરૂપે આવ્યો હોય ત્યારે કોઈ પણ જાતના દુઃખમાં હોતા નથી એમને દુઃખની કોઈ જાણકારી જ નથી. કાય-કલેશની જાણકારી અને સ્વીકૃતિ એટલી ગહન થઈ ગઈ છે કે