________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
હતી, ન કોઈ ઇચ્છા હતી, ન કોઈ રસ હતો, કાંઈ જ નહતું. હું એટલો શાંત થઈ હયો હતો અને એટલો શૂન્ય બની ગયો હતો કે એ ક્ષણે મને જ્ઞાન પ્રાપ્ત થયું કે ધર્મગુરુઓ સમાધીની વાતો કરે છે તે શું છે પરંતુ જેવો એ છેલ્લો આદેશ પહોંચ્યો અને મને સાંભળવવામાં આવ્યું કે મને માફી મળી ગઈ છે. મને છોડી મૂકવામાં આવે છે. મારી ફાંસીની સજા માફ કરાઈ છે. અચાનક જાણે હું કોઈ ઉંચા શિખર પરથી નીચે પટકાઈ પડ્યો જાણે હું ઇચ્છાઓના નગરમાં જાણે પાછો આવી ગયો.
રસપરિત્યાગમાં આગળ વધવા માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે મન પ્રત્યે સાક્ષીભાવ કેળવો, વિટનેસિંગ ભોજન કરતા રસસ્વાદ મળે છે એના માત્ર સાક્ષી બનીને રહો, જોયા કરો. હું તો જોવાવાળો છું. મનને સ્વાદ મળી રહ્યો છે. જીભને રસ મળી રહ્યો છે ભોજન સ્વીકાર લાગી રહ્યું છે પરંતુ પાછળ ઉભા રહીને જોયા કરો માત્ર દૃષ્ટા બની જાઓ. બસ હું જોઈ રહ્યો છું. હું સાક્ષી છું.
મનોવૈજ્ઞાનિક પણ કહે છે કે માણસ પોતાનામાં જ બંધ થઈ ગયો છે. દુનિયા સાથે જાણે કોઈ લેવાદેવા નથી માટે સાક્ષીભાવમાં રહેતા શીખીને સંબંધોને સમજીને ડીસકનેક્ટ કરી દઈએ.
રસપરિત્યાગ એક સુંદર સાધના છે જ્યારે ક્રોધ આવે ત્યારે કહેજો કે ક્રોધ આવી રહ્યો છે. હું એને જોઈ રહ્યો. આ જોવાની કળામાં જો પારંગત થઈ જશું તો બધા દુર્ગુણોનો પરિચય થઈ જશે. બધા જ રસોથી મુક્ત થઈ જશું.
૫. બાયોકેમીકની પાંચમી દવાનું નામ કાણીપુર છે – જે ફેરફોર્સ સાથે વપરાય છે. જે ટાઈફોઈડ માટે, જીભ ઉપર સફેદ ફોડલીઓ નીકળી હોય કે આંખના રોગો માટે અપાય છે તેવી જ રીતે કાયકલેશરૂપી કાણીપુર તપ અનાદિ કાળના કાર્યમાં પેસી ગયેલા પ્રમાદરૂપી રોગ, આત્મામાં વધી પડેલા ભોગ-વૈભવના તાંડવરૂપી રોગ વગેરે માટે અકસીર ઇલાજ છે.
કાયકલેશ- ભગવાન મહાવીરે કાયાને કસવાની વાત બતાવી છે કારણકે શરીર નાશવંત છે. શરીરમાં જેટલા પણ પદાર્થો છે તે બધા જ ક્ષણિક છે. કાયમ ટકવાવાળા નથી. શરીરમાં રહેલા હાડકા બધામાં એક સરખા જ છે. જો એ હાડકાનો માળો ઘણા બધા લોકોનો ભેગો કરવામાં આવશે તો ખબર પણ નહીં પડે કે આ કોનો છે? ત્યાં રાગ કે દ્વેષ નહી થાય, ગમો કે અણગમો પણ નહી થાય આ તો બધી બહારની વ્યવસ્થા છે.
મહાવીરસ્વામીએ કાયાને કષ્ટ આપ્યું છે. વાળ ખેંચ્યા પણ છે અને ભૂખ્યા પણ રહ્યા છે છતા એમને કોઈ જ અસર ન થઈ કારણકે એ ભીતર હતા બહાર ન હતા. ભીતર સાથે એટેચમેન્ટ બંધાઈ ગયો હતો એટલે બહાર સાથે ડીટેચમેન્ટ થઈ ગયો હતો. ભીતર જવા માટે એમણે પ્રમાદને દૂર કર્યો અને પ્રમાદને દૂર કરવા માટે સમયનો સદ્ઉપયોગ કર્યો. પોતે સ્વાવલંબી બની ગયા. જીવન જરૂરીયાતના