________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
કેલ્કરીયા ફોર્સ નામનો તપ પરિગ્રહ ઉપર કાબુ મેળવવા માટે છે. જીવનમાં કરકસર લાવે છે. ખાઉ ખાંઉની વાસના ઓછી થાય છે. પરિગ્રહ સંજ્ઞારૂપ રોગ તેમજ વાસનારૂપ રોગની નાબુદી થાય છે.
મહાવીરસ્વામીએ ત્રીજું સૂત્ર બતાવ્યું છે. વૃત્તિસંક્ષેપ. વૃત્તિસંક્ષેપનો સામાન્ય અર્થ પોતાની વૃત્તિઓ અને વાસનાઓને સંકોચવી. જો દસ કપડાથી આપણું કામ ચાલી શકતું હોય તો અગિયારમું ન રાખવું એક વાર ભોજન કરવાથી કામ ચાલતું હોય તો બે વાર ન કરવું આ સામાન્ય અર્થ થશે. ત્યારે વિશેષ અર્થ બતાવાતા કહે છે કે આપણી અંદર દરેક વૃત્તિઓનું એક કેન્દ્ર છે જેમકે ભૂખનું એક કેન્દ્ર છે, પ્રેમનું એક કેન્દ્ર છે, બુદ્ધિનું એક કેન્દ્ર છે, પરંતુ સાધારણ રીતે આ બધા કેન્દ્રો થોડા ગુંચવાયેલા છે કારણ કે આપણે એક કેન્દ્રનું કામ બીજા કેન્દ્ર પાસે પણ કરાવતા હોઈએ છીએ. આના કારણે કેન્દ્રની શક્તિ પણ વ્યય થાય છે અને નષ્ટ થાય છે માટે જ ગુર્જર કહેતા હતા કે તમારા પ્રત્યેક કેન્દ્રને સ્પષ્ટ કરી લો અને પ્રત્યેક કેન્દ્રનું કામ એને જ સોંપો નહીં તો જોખમ ઉભુ થશે અતૃપ્ત બનીને રહેશે. ક્યારેય તૃપ્ત નહીં બને. આના કારણે વૃત્તિઓ બુદ્ધિની આજુબાજુ જમા થઈ જશે. બુદ્ધિને જે કામ કરવું છે તે નહી કરી શકે. ધીરે ધીરે બુદ્ધિ મંદ થતી જશે.
ધનના ઢગલામાંથી મુક્ત થઈ જવું સહેલું છે પરંતુ કલ્પનામાંથી મુક્ત થવું બહુ જ મુશ્કેલ છે. કલ્પના તો દોડતી જ જાય છે પરંતુ વૃત્તિસંક્ષેપથી વાસ્તવિકલતાનો ખ્યાલ આવશે કે આ કેવળ પાગલ મનની દોડ હતી. રસ કે આનંદ વ્યર્થ હતા.
મહાવીરસ્વામીની વૃત્તિસંક્ષેપની વાત વૈજ્ઞાનિક વાત છે. વૃત્તિઓને સમગ્રતયાથી નિહાળો, લાભ કરતા નુકશાનને જુઓ જેનાથી વૃત્તિઓ પૂર્ણપણે વ્યર્થ થઈ જશે અને આત્મદર્શન થશે પરંતુ મોટાભાગના માણસો મનથી જ જીવે છે જે કાંઈ પણ કામ કરીએ છીએ તે મનથી જ કરીએ છીએ જેનાથી બુદ્ધિ નિર્બળ બની જાય છે. વૃત્તિને ફેલાવા ન દો ભૂખ લાગે તો પેટમાંથી ભીખ લાગવા દો મનથી ભૂખ ન લાગવા દો. મનને કહો તુ ચૂપ રહે. કેટલા વાગ્યા છે તેની ચિંતા છોડી દો પેટને ભૂખ લાગશે તો એ તરત કહેશે બહારથી વૃત્તિસંક્ષેપની મર્યાદાઓ કરીએ છીએ પરંતુ ભીતરથી વૃત્તિસંક્ષેપ થઈ જશે ત્યારે બહાર પણ આપોઆપ વૃત્તિઓ ઘટતી જશે. જેમ જેમ ઘટતી જશે તેમ તેમ નિમર્થતા પવિત્રતા, શુભ્રતામાં વધારો થશે જેના કારણે પ્રજ્ઞા તેમજ બુદ્ધિમત્તામાં વધારો થશે અને બુદ્ધિમત્તા તેજ બનશે તેમ તેમ વૃત્તિઓ સંકોચવા લાગશે. વૃત્તિઓ સંકોચાશે તો વસ્તુ ઓછી હશે તો પણ ચાલશે, પરેશાની નહી લાગે. કેટલાક તપને પરેશાની માને છે કેમકે દસની મજાનો ઘટાડો જ પરેશાની બની જાય છે. પરેશાનીને તપ માની લીધું પરંતુ વૃત્તિઓ સંકોચાતા બુદ્ધિમતા તેજ બનતી જાય છે અને બાહ્ય પરિગ્રહ ઘટતો જાય છે જેમ જેમ અંદર બુદ્ધિમતા તેજ બનતી જાય છે તેમ તેમ બહારનો સંસાર નાનો થતો જાય છે. વૃત્તિમાંથી મુક્તિ મળતા પ્રજ્ઞા ખીલી ઉઠે છે અને પ્રજ્ઞા ખીલી ઉઠતા જ મુક્ત થઈ જવાશે.