________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
એકાસણીની આદત પાડવામાં આવશે તો શરીરને કોઈ નુકશાન નહીં થાય અને ધીરે ધીરે શરીર પરનો રાગ દૂર થઈ જશે. વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી શકાશે.
૨. બાયોકેમીકની બીજી દવાનું નામ છે. ફેરફોર્સ - જે કોઈપણ જાતનો તાવ, કોઈપણ જાતનો સોજો, મરડો વિગેરે માટે કામ આવે છે. સાથે સાથે બીજીદવાનું પણ મિશ્રણ કરવામાં આવે છે. તેવી રીતે ઉણોદરી રૂપ ફેરફોર્સ તપ કરવાથી બ્રહ્મચર્ય સારું થાય છે. વિચારની શુદ્ધિ થાય છે. મન પવિત્ર બને છે. પ્રમાદ હટી જાય છે વગેરે અનેક કામમાં આવે છે જેના દ્વારા અબ્રહ્મ, પ્રમાદ, મનની અશુદ્ધિ વિગેરે દૂર થાય છે.
મહાવીરસ્વામી ઉણોદરી શબ્દનો અર્થ બતાવતા કહે છે કે જેટલું પેટ માગે એટલું ના દેવું પરંતુ લોકોને ખબર જ નથી કે પેટ કેટલું માગે છે અને મોટે ભાગે જેટલું માંગે છે તે પેટ નથી માંગતું એ તમારી આદત માંગે છે.
જીવવિજ્ઞાન (બાયોલોજિસ્ટો) કહે છે કે માણસની અંદર એક બાયોલોજિકલ ક્લૉક છે. માણસની અંદર એક જૈવિક ઘડિયાળ છે પરંતુ માણસની અંદર એક “હેબિટ કલંક” પણ છે. આદતની ઘડિયાળ પણ છે. જે આપણે અભ્યાસ કરીને નિર્માણ કરી શકીએ છીએ. આ પૃથ્વી પર એવા કુટુંબો પણ છે જે દિવસમાં એક જ વખત ભોજન કરે છે. કોઈ બે જ વખત ભોજન કરે છે. કોઈ ક્યારેક ક્યારેક ભોજન પણ નથી કરતા.
ઝેન ફકીર લોકોજૂએ કોઈએ પૂછ્યું કે તમારી સાધના શું છે? એમણે કહ્યું - જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે હું ભોજન કરું છું અને જ્યારે મને ઊંઘ આવે છે ત્યારે હું સૂઈ જાઉં છું. એક માણસે જ્યારે મારી ઊંઘ તૂટે છે ત્યારે હું જાગી જાઉં છું. એક માણસે કહ્યું આ તો કોઈ સાધના છે. એવું તો અમેય કરીએ છીએ ત્યારે લોકોજૂએ કહ્યું - કાશ તમે બધાજ જો આવુ કરતા થઈ જાઓ તો આ પૃથ્વી પર બુદ્ધો (જ્ઞાની)ની ગણતરી કરવાનું અઘરું થઈ જાય તો પણ તમે કે મોટાભાગના લોકો આવુ નથી કરતા જ્યારે ભૂખ નથી લાગતી ત્યારે પણ ખાઓ છો અને જયારે સાચે જ ભૂખ લાગી હોય છે ત્યારે પણ ખાઓ છો.
આ પેટને પ્રાકૃતિકરૂપે પણ ભરી શકાય છે. વ્યગ્ર થઈને પણ ભરી શકાય છે. પેટને જ નહીં અહિં ઉદર તો કેવળ સાંકેતિક છે. આપણી પ્રત્યેક ઇન્દ્રિયનું ઉદર છે અને તમે પ્રત્યેક ઇન્દ્રિયના ઉદરને જરૂર કરતા વધારે ભરી શકાય છે. જેટલું જરૂર નથી એટલું બધું આપણે જોઈએ છીએ. જેટલું સાંભળવાની જરૂરત નથી એટલે આપણે સાંભળતા હોઈએ છીએ અને એનું પરિણામ ઘણું અદ્ભુત જોવા મળ્યું છે. જેટલું સાંભળવાનું વધારે થાય છે એટલી આપણી સાંભળવાની ક્ષમતા અને સંવેદનશીલતા ઘટતી જાય
૪૫૯