________________
તપશ્ચર્યા
પ્રકરણ ૫
-
૫.૨ તપનો વૈજ્ઞાનિક અભિગમ
૧૨ તપનું મહત્વ
બાયોકેમીકની બાર દવાઓ છે. દુનિયાના માણસોના ગમે તેવા રોગો માટે બાર જ દવા જેમ બસ છે તેમ આત્માના ગમે તેવા રોગો માટે પણ બાર પ્રકારના તપ બતાવ્યા છે.
૧. બાયોકેમીકની બાર દવાની અંદર પહેલી દવાનું નામ કેલકેરીયાફોસ છે. જે હાડકાના દુઃખો, દાંત હલવા, ટી.બી. વગેરે અનેક રોગોની અંદર કામ આવે છે તેમ અનશન તપ આત્માને અનાદિના લાગેલા વાસના રૂપ ટી.બી., આહાર ખાવારૂપ હડકવા અને જીવોનો સંહાર કરવારૂપ-હિંસારૂપ કેન્સર આદિ અનેક રોગોને માટે આ પહેલો અનશન તપ કામ આવે છે.
અનશન એક વ્યવસ્થિત પ્રયોગ છે. મહાવીર સ્વામીએ અનશનને શા માટે પસંદ કર્યો ? અનુભવિઓનું માનવું છે કે બે શ્વાસ વચ્ચે અટકી જવાનું બહુ જ કઠિન ક્રિયા છે. કારણ કે જે શ્વાસ છે તે નૉનવૉલેટરી છે. શ્વાસ ઇચ્છાથી નથી ચાલતો એ જાણ બહાર પણ ચાલતો રહે છે. દિવસ હોય કે રાત હોય જ્યારે ભોજન વૉલટરી છે. ઇચ્છા પ્રમાણે જ લઈ શકાય છે. ભોજન વિના ૩૦ દિવસ કે એનાથી પણ વધારે દિવસ રહી શકાય છે પરંતુ શ્વાસ લીધા વિના નથી રહી શકાતું.
ન
મહાવીર સ્વામીએ ઉંઘનો પ્રયોગ ન કર્યો અને અનશન પ્રયોગ કર્યો કારણકે આ સર્વાધિક સુવિધાપૂર્ણ સ૨ળતમ પ્રયોગ છે. ભોજન જ્યારે લીધું નથી ત્યારે ધ્યાન ન તો ભોજન પર રહે કે ન તો ઉપવાસ ૫૨ બસ ધ્યાન એ બન્નેની વચ્ચેના બિંદુ પર રહે કે એ ક્યારે આવે છે. આંખ બંધ કરીને હવે ભીતર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જેનાથી શરીરનું યંત્ર ક્યારે એની સ્થિતિ બદલે છે એ ખ્યાલ આવે. ત્રણ-પાંચ કે સાત દિવસમાં બદલે છે ત્યારે કોઈ નવા જ પ્રદેશમાં પ્રવેશ કરતા હોઈએ એવો અનુભવ થાય છે ત્યારે પ્રથમ વખત જ વી સમજ આવે છે કે તમે શરીર નથી ન તો એ શરીર જે અત્યાર સુધી જે કાર્ય કરતું હતું. ન તો એ શરીર જે હવે કાર્ય કરી રહ્યું છે. આ બન્નેની વચ્ચેની ક્ષણ, જેનો એવો અનુભવ થાય કે શરીર હું નથી. બસ માનવ જીવનમાં અમૃતના દ્વાર ખુલી જાય છે.
૪૫૭
અનશન દ્વારા પહેલી વાત એ છે કે જાતનો સ્વાદ માણવા મળે છે. બીજી વાત એ છે કે ભોજનનું જોડાણ તૂટી જાય છે એટલે કે શરીરમાં બિલકુલ ભોજન ન હોય ત્યારે એ વાત જાણવી સહેલી બની જશે કે શરીર એ હું નથી. મહાવીરસ્વામી આ જ વાત કરે છે કે જ્યાં સુધી શરીરમાં ભોજન પડ્યું છે ત્યાં સુધી કડી જોડાયેલી છે પરંતુ ભોજનનું અસ્તિત્વ નહી હોય ત્યારે જાણી શકાશે કે શરીરથી હું સાવ અલગ છું, જુદો છુ. તાદાત્મ્ય ભાવ તૂટી જશે. ત્રીજી વાત એ છે કે મહાવીરસ્વામીના બધા જ પ્રયોગો જાગરણનાં છે. અમૂર્છાના છે. ભોજન મૂર્છાને, તંદ્રાને ઉંઘને વધારે છે અને ભોજન ન લીધું હોય તો