________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
૪. બાયોકેમીકની ચોથી દવાનું નામ છે. કેલ્ક-સલ્ફ – જે માથાનો દુઃખાવો, ખાસ કરીને મોઢા ઉપરના રોગો, દાંતનો સડો, વિગેરે માટે કામ આવે છે તેમ રસત્યાગરૂપી કેલ્ક સેલ્ફ તપ જીભની ચળ, વધુ ખાવાની લત, આંખ ઉપર બેકાબૂ વિગેરે અનેક આત્મા રોગોના ઉપાય માટે કામ આવે છે.
રસપરિત્યાગ એટલે ઇચ્છાઓને વધારે, આસક્તિને વધારે તેવા રસનો ત્યાગ કરવો, સંયમ રાખવો એ રસપરિત્યાગ છે. આ બાહ્ય અર્થ થયો પરંતુ વિશેષ અર્થમાં તો સ્વાદ વસ્તુમાં છે? સ્વાદ સ્વાદેદ્રિયમાં છે? સ્વાદ મનમાં છે? અથવા સ્વાદ મનની સાથે ચેતનાનું જે તાદામ્ય છે એમાં છે? સ્વાદ ક્યાં છે? રસ ક્યાં છે? ત્યારે જ પરિત્યાગનો સાચો ખ્યાલ આવી જશે. સ્થૂળદષ્ટીએ સ્વાદ વસ્તુમાં લાગે છે એટલા માટે તો વસ્તુને છોડી દેવામાં આવે છે. વસ્તુમાં ન તો સ્વાદ હોય છે ન તો રસ હોય છે. વસ્તુ માત્ર નિમિત્ત બને છે. જો અંદર રસની પ્રક્રિયા કામ ન કરતી હોય તો વસ્તુ નિમિત્ત બનવામાં અસમર્થ નિવડે છે. ફાંસી આપવાની હોય તે સમયે મીઠાઈ ખાવા મળે તો તે મીઠી કે ગળી લાગતી નથી. એ મિષ્ટાન તો અત્યારે પણ ગળ્યું જ છે પરંતુ જે એને ભોગવી શકતું હતું તે એકદમ અનુપસ્થિત છે. સ્વાદેન્દ્રિય તો અત્યારે પણ એનો સ્વાદ કહી શકે તેમ છે કારણકે સ્વાદેન્દ્રિયને ખબર નથી કે આને ફાંસી આપવાની છે પણ મન એ સંદેશને ગ્રહણ કરવાની તૈયારી બતાવતું નથી. કદાચ મન ગ્રહણ કરી પણ લે તોય મનની પાછળ જે ચેતના છે તેનો અને મનનો સંબંધ જોડનાર વચ્ચેનો સેતુ તૂટી ગયો છે. મૃત્યુની ક્ષણે એ સંબંધ રહેતો નથી માટે વસ્તુમાં રસ નથી હોતો માત્ર રસનું નિમિત્ત હોય છે. આપણે એને આમ સમજશું તો સરળતાથી સમજાઈ જશે.
રસને ફક્ત છોડી દેવાથી ત્યાગ નહીં થાય કારણકે અપગ્રટ પણે તો અંદર પડ્યો જ હશે. એટલા માટે મહાવીરસ્વામીએ પરિત્યાગ કહ્યું છે. ગમે તેટલી ભૂખ લાગી હશે અને એ સમયે બંદૂક લઈને પાછળ દોડે છે ત્યારે એ પણ દોડવા લાગી જાય છે. ભૂખ યાદ નથી આવતી અથવા તો મરી જાય છે એનો અર્થ એ નથી કે ભૂખ શાંત થઈ ગઈ. કેવળ છુપાઈ ગઈ છે અને પ્રગટ થવા માટે હમણાં યોગ્ય અવસર નથી. ઇંદ્રિયોને નષ્ટ કરી દેવાથી છુટી જવાતુ નથી જેમકે આંખ હટી જાય, તૂટી જાય કે ફૂટી જાય એનાથી રૂપ જોવાની આકાંક્ષા તૂટતી નથી એ તો એવીને એવી જ રહે છે. ઉપરથી ત્યાગ થશે પણ ભીતરમાં રાગ ભરેલો જ રહેશે. એનો સંબંધ છે મનની સાથે મનને દબાવવાનું નથી પણ દમવાનું છે. સમ્યફ રીતે સંયમિત બનાવવાનું છે.
રશિયાના ચિંતક, વિચારક, લેખક દોસ્તોવસ્કીને ફાંસીની સજા કરવામાં આવી હતી. છ વાગે જીવન નષ્ટ થઈ જવાનું હતું. છમાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે સમાચાર આવ્યા કે માફી મળી ગઈ છે. દોસ્તોવસ્કીને જ્યારે પૂછવામાં આવ્યું કે મૃત્યુના સમયે એને માફીના સમયે તમારો શું અનુભવ છે? ત્યારે તેઓ કહેતા કે છ વાગ્યાનો સમય નજીક આવતો જતો હતો ત્યારે મનમાં ન કોઈ વાસના