________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
ઠાણાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે -
નવાસાદિયાસણા ગણાંગ સૂત્ર ૯ ઠાણે અતિ આહારથી તથા અહિતકારી આહારથી સ્વસ્થ મનુષ્ય પણ રોગી બની જાય છે. ગ્રીસના મહાન સંત ડાયોજિનીજને એક વખત સિંકદરે પૂછ્યું કે માણસ રોગી શા માટે બને છે ? ડાયોજિનસે જવાબ આપ્યો કે વધારે ભોજન અને વધારે પડતા ભોગો આ બે કારણથી રોગી બનાય
આહારની માત્રા : સાધકે સર્વ પ્રથમ આહારની માત્રાનું જ્ઞાન હોવું જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રમાં બતાવ્યું છે કે
મફને મસળTIળસ | ઉત્તરાધ્યયન સૂત્ર ૨-૩ સાધકને આહારની માત્રાનું જ્ઞાન હોવું જોઈએ. જેનાથી એને ખ્યાલ આવે કે કેટલો આહાર કરવો જરૂરી છે અને કેટલું પાણી પીવું જરૂરી છે. કેવા પ્રકારના આહારથી શરીરમાં વિકાસ આદિથી વૃદ્ધિ થાય છે, કયા પ્રકારના આહારનું કેવું પરિણમન થાય છે. આ બધી જ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ આજે જોઈએ છીએ કે લોકોને ભોજનની બાબતમાં ઘણું ઓછું જ્ઞાન હોય છે. જે વસ્તુ જીવન માટે ઘણી જ મહત્વની હોય અને એજ વસ્તુમાં અજ્ઞાન રહેવું ખૂબ જ ખતરનાક છે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે
માત્રાશી: ચાત્ | મહારમાત્રા પુનરીનિવાપેક્ષિણી | ચરક સંહિતા સૂત્ર ૫-૩ માત્રા યુક્ત આહાર લેવાવાળા બનો કારણ કે આહારની માત્રા અગ્નિબળની અપેક્ષા રાખે છે. અગ્નિ મંદ હોય તો આહારની માત્રા ઓછી કરવી અને અગ્નિ બરાબર હોય તો આહાર વધુ લઈએ તો પણ વાંધો ન આવે.
શતપથ બ્રાહ્મણમાં પણ બતાવ્યું છે કે “શરીરની આવશ્યકતાથી વધારે ખાવામાં આવેલો આહાર રોગને વધારે છે. વિકારોની વૃદ્ધિ કરે છે. આવશ્યકતાથી ઓછી માત્રામાં અને અનુકુળ આહાર ન હોય તો શરીરનું બળ, વીર્ય, ઓજ આદિને ક્ષીણ કરી નાખે છે. આવશ્યકતાનું સાર અને પ્રકૃતિને અનુકૂળ આહાર કરવામાં આવે તો શરીરમાં શક્તિ, બળ, આરોગ્યની વૃદ્ધિ થાય છે. આચાર્યશ્રી ઉમાસ્વાતીજીએ પણ કહ્યું છે કે –