________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
(૩) સાધના માટે ખાવાવાળા ઃ આ સંયમની રક્ષા માટે, તપ-ત્યાગ યોગ્ય શરીરને બનાવવા
માટે ભજનાદિની સાધના કરવા માટે કરે છે. એમના ભોજનમાં શુદ્ધતા નિયમિતતા અને
મર્યાદા રહે છે. ભોજનમાં અનાસક્તિ :
ઉત્તમ પુરુષો ભોજન ત્યારે જ કરે છે જ્યારે એમને સાધના માટે આવશ્યકતા રહેતી હોય ત્યારે. સૂત્રમાં બતાવ્યું છે કે સાધુજન શરીરની રક્ષા શા માટે કરે છે ? મોક્ષની સાધના માટે કરે છે.
मोक्ख साहण हेउस्स साहु देहस्स धारणा । મોક્ષની સાધના માટે જ સાધુ શરીરને ધારણ કરે છે.
सिवसाहणेसु आहार विरहिओ जं न पहए देहो ।
तरहाधणोव्व विजयं राहू तं तेण पोसेज्जा ॥ । 1 । મોક્ષની સાધનામાં આ શરીર ભોજન વિના ચાલી શકતું નથી. જ્ઞાતાસૂત્રમાં બતાવ્યું છે તેમ આ શરીર વિજય ચોરની જેમ આત્મગુણ રૂપ પુત્રોનો હત્યારો છે. છતાં પણ સમય આવે ત્યારે ગધેડાને પણ બાપ કહેવો પડે છે. તેવી જ રીતે તપ આદિ કરવા માટે શરીરનું પણ પોષણ કરવું પડે છે. પરંતુ સાધક શરીર પર કોઈ પણ પ્રકારનો મોહ કે મમત્વ ન રાખી ફક્ત પોતાનું જીવન સાધનામાં સહાયક થાય એ માટે જ એનું પોષણ કરે છે. જયારે જુએ કે હવે શરીરથી કોઈ મતલબ નથી રહ્યો ત્યારે આહારનો ત્યાગ કરી અનશન સ્વીકાર કરી લે છે અને શરીરના બંધનથી મુક્ત થઈ જાય છે.
જૈન આગમોમાં ભોજનનો ઉદેશ સ્વાદ નહીં, શરીર પોષક નહીં, પરંતુ શરીરને ધર્મસહાયક બનાવી રાખવાનું છે. જેમ ગાડી ચલાવવા માટે પૈડામાં ઇંજન (તલાદી) લગાડવામાં આવે છે. ઘા ને સાજો કરવા માટે મલમ લગાડવામાં આવે છે. તે પ્રકારે સાધુ પણ સંયમ યાત્રા નિભાવવા માટે, સંયમ ભાર ને વહન કરવા માટે તથા પ્રાણોની ધારણા કરવા માટે ભોજન કરવું જોઈએ. ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે :
अक्खोवंजाणाणुलेवण भूयं संजम जायामायणिमित्तं ।
संजमभार वहणट्ठाया भुजेज्जा याणधारणठाए ॥ 1. જ્ઞાતાસૂત્ર ૨
૪૫૦),