________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
અને અજ્ઞાન મોહની સમસ્ત ગ્રન્થિઓ ખુલી જાય છે. માટે બુદ્ધિની સ્થિરતા અને પવિત્રતા જીવનમાં ખૂબ જ આવશ્યક વાત છે. જો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તો બધુ જ નષ્ટભ્રષ્ટ થઈ જાય છે.
- વૃદ્ધિનાશાત્ પ્રગતિ | (ગીતાજી ૨-૬૩) બુદ્ધિને સ્થિર અને સંતુલિત રાખવા માટે આહારને સંતુલિત અને શુદ્ધ રાખવો જરૂરી છે. એટલા માટે અહીં આહારશુદ્ધિની ચર્ચા કરવામાં આવી છે. આહાર જેટલો સાદો, સાત્વિક હશે મન એટલું જ શાંત અને સ્થિર રહી શકશે. આહારનો ઉદ્દેશ :
આહાર વિના શરીર ચાલતું નથી, પરંતુ શું બધાય લોકો શરીર ચલાવવા માટે જ આહાર કરે છે? ઘણા લોકો આહાર શરીર માટે નહિ, પણ સ્વાદ માટે કરે છે. જીવવા માટે ભોજન નથી કરતા પરંતુ ભોજન માટે જીવતાં રહે છે. સ્વાદના ચક્કરમાં ફસાઈને શરીરને તથા જીવનને પણ બરબાદ કરી નાંખે છે. સ્વાથ્યને હાથે કરીને બગાડીને પગ ઉપર કૂહાડો મારે છે.
ગાંધીજીને કોઈક પૂછ્યું “તમે ભોજન શા માટે કરો છો ?” ભોજન દ્વારા શરીર ટકાવી સારા કાર્યો કરવા માટે કબીરજીએ પણ આજ વાત કહી છે, ભૂખ એક કૂતરી છે એ ભોંકવા લાગે છે તો આપણું મન ચંચળ બની જાય છે. મન અશાન્ત થઈ જાય છે. તેથી મનની શાંતિ બનાવી રાખવા માટે સ્થિરતાની સાથે ભજન કરવા માટે આ ભૂખરૂપી કૂતરીને રોટલીના ટુકડા નાખવા જરૂરી છે.
“પૂર્વ વીરા જૂતરી રત મનન મેં બંા ” બસ ભોજન કરવાનો આજ ઉદેશ છે. સુધા શાંત કરી સાધના કરતા રહેવું. વિચારકે ભોજન કરવાવાળાની ત્રણ શ્રેણી બતાવી છે. (૧) સ્વાદ માટે ભોજન કરવાવાળા આ અજ્ઞાની અને મૂર્ખ લોકો છે. શરીર અને ધનને ખલાસ
કરી નાંખે છે. આ સહુથી નીચી શ્રેણી છે. (૨) સ્વાથ્ય માટે ભોજન કરવાવાળા આ જીવનની આવશ્યકતાને ધ્યાનમાં રાખવાવાળા છે.
શરીર અને સ્વાથ્યની રક્ષા તથા વૃદ્ધિ કરવી એ તેમનો ઉદેશ છે. સ્વાથ્ય માટે સંયમ રાખે છે પરંતુ સ્વાથ્યના નામે મદ્ય, માંસ આદિનું સેવન પણ કરે છે. આ મધ્યમ શ્રેણી છે.
– ૪૯)