________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
यातयामं गतरसं पूति पयुषितं च तत् ।
૩છ8મfપ વાણં મોનનં ITમપ્રિયમ્ II ભગવદ્ ગીતા ૧૭-૧૦ ઘણી મહેનતથી બનેલો આહાર, રસરહિત, દુર્ગન્ધિત, વાસી, એઠો તથા અપવિત્ર ભોજન તામસ પ્રકૃતિવાળાને સારો લાગે છે, માટે તેને તામસ આહાર કહેવામાં આવે છે. આહાર શુદ્ધિ :
જે પ્રકારનું ભોજન કરવામાં આવે તે પ્રકારના વિચાર મનમાં ઉત્પન્ન થાય છે. જો શુદ્ધ સાત્ત્વિક ભોજન કરવામાં આવશે તો વિચાર પણ શુદ્ધ અને સાત્વિક રહેશે. કામ, ક્રોધ આદિની જાગૃતિ ઓછી રહેશે, મન પવિત્ર રહેશે, એથી વિપરિત ભોજનમાં જો ઉત્તેજીત પદાર્થ લેવામાં આવે જેવાં કે મરચા - મસાલાવાળા, તીખા તમતમતાં તથા ગરિષ્ઠ પદાર્થોનું સેવન કરવામાં આવે તો તે વિકારની વૃદ્ધિ કરે છે, મનને ચંચળ બનાવે છે. કામક્રોધાદિને જાગૃત કરે છે. મસ્તકને અશાન્ત બનાવે છે. કારણ કે અન્નનો પ્રભાવ સીધો મન પર પડે છે. માટે જ કહેવત પણ છે કે “અન્ન એવું મન”, “આહાર તેવો ઓડકાર”, “જેવું પીવે પાણી એવી બોલે વાણી” જ્ઞાતાસૂત્રમાં ભગવાને પુંડરીક અને કુંડરીકની વાત બતાવી છે. કુંડરીકમુનિ તપસ્યા કરી શરીરને સુકવી નાંખ્યું. પરંતુ પુંડરીક રાજાની રાજધાનીમાં સરસ આહાર મળતાં મુનિ ફસાઈ ગયા. હજારો વર્ષોની તપશ્ચર્યા ખોઈ બેઠા. ભાઈના સમજાવાથી પણ ન સમજ્યા. સંસારમાં ચાલ્યા ગયા અને જોઈ લ્યો પરિણામ કેવું ભયંકર આવ્યું.
गेहीबन तीन दिवस अमिष आहार कर ।
સપ્તમી નર જયો મારી ટુર્વ રવીન સૈ | મધર કેશરી ગ્રન્થાવલી પૃ. ૩૨૦ માત્ર ત્રણ દિવસ સંસારમાં ગરિષ્ઠ અને ઉત્તેજક આહાર કરી તીવ્ર ભાવોને લઈ સાતમી નરકમાં ગયા.
ગાંધીજી પણ કહેતા હતા કે આહાર સુધારો, સ્વાસ્થ પોતાની મેળે સુધરી જશે. છાંદોગ્યોપનિષદમાં પણ આજ વાત બતાવી છે.
आहारशुद्धौ सत्वशुद्धिं सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः ।
મૃતિમે સર્વગ્રન્થનો વિપ્રમોક્ષ / છાંદોગ્ય ઉપનિષદ ૭-૨૬૩ આહારની શુદ્ધિ થવાથી અન્તઃકરણ એટલે મન પણ પવિત્ર રહે છે. મન પવિત્ર રહેવાથી બુદ્ધિ પવિત્ર અને સ્થિર રહે છે. બુદ્ધિ સ્થિર રહેવાથી આત્મામાં જ્ઞાનની જયોત પ્રજવલિત થઈ જાય છે