________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
આહાર
(૧) ઓજ આહાર - જન્મ સમયે (૨) રોમ આહાર દ્વારા લેવામાં આવતો આહાર (૩) પ્રક્ષિપ્ત (કવલ) આહાર : મોટું અથવા ઈજેક્શન આદિ દ્વારા શરીરમાં પ્રવેશ કરાવામાં આવતો આહાર.
દેવ, નારકી, તિર્યંચ તથા મનુષ્ય આ ચારે ગતિમાં ત્રણ પ્રકારનો આહાર લે છે. આમાં દેવતાઓનો આહાર ખૂબ જ સુંદર હોય છે, નરકનો આહાર અંગારા સમાન હોય છે. તિર્યંચને સુખદ અને દુઃખદ બંને હોય છે. મનુષ્યના આહારનાં ચાર પ્રકાર બતાવ્યા છે.
રવ્યિ આહારે મળે, પાળે, વાફને સામે ! ઠાણાંગ સૂત્ર ૪-૪-૩૪૦ (૧) અશન - રોટલી, ભાત, દાળ વગેરે. (૨) પાન - પાણી આદિ પ્રવાહી પદાર્થ (૩) ખાદિમ - ફળ, મેવાદિ (૪) સ્વાદિમ - પાન, સોપારી, લવિંગવગેરે.
મનુષ્ય મોટાભાગે આ ચારે પ્રકારનો આહાર લે છે અને એમાંથી જીવનશક્તિને પ્રાપ્ત કરે છે. આહાર માટેના જરૂરી રસ અને તત્ત્વ :
આયુર્વેદની દ્રષ્ટિમાં આહારના ૬ રસ બનાવવામાં આવ્યા છે. મધુર રસ - મીઠાશ યુક્ત સાકર આદિ કટુ રસ - કડવો લીમડો આદિ ખાટો રસ – ખટાશ કાચી કેરી આદિ તીખો રસ – મરચાં, કારેલાં આદિ કષાય રસ – કષાયેલો આંબળા આદિ ખારો રસ - ખારો, મીઠું
આ છ રસોથી યુક્ત આહાર મનને પ્રસન્ન, શરીરને બળવાન, કાન્તિમય બનાવે છે. શરીર નિર્માણમાં બધા રસોની આવશ્યકતા રહે છે. પ્રત્યેક રસ સપ્રમાણમાં લેવા જરૂરી છે. વધુ માત્રામાં કોઈ પણ વસ્તુ લેવી ઉચિત નથી. વર્તમાન સ્વાથ્ય વિશેષજ્ઞ આપણા ભોજન માટે આઠ આવશ્યક તત્ત્વ માન્યા છે.