________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
આજ આશયનું કથન અન્ય આગમોમાં પણ મળે છે. વૈદિક આચાર્યો પણ આજ વાત કહી છે.
શરીર પ્રણવ શેયં મને ૨ પ્રજોપનમ્ ચૈતન્ય મહાપ્રભુ શરીર ગુમડા જેવું છે અને ભોજન તેના ઉપર મલમપટ્ટી સમાન છે. જેમ ઘાને મટાડવું હોય તો મલમની જરૂરિયાત છે. જ્યારે ઘા મટી જાય છે. પછી ભલમની જરૂરિયાત નથી રહેતી, તેવી જ રીતે શરીરથી સાધના કરવા માટે ભોજનની જરૂરિયાત છે. જ્યારે શરીર સાધના કરવામાં સમર્થ ન રહે તો એને ભોજન આપવાની કોઈ જરૂરિયાત નથી. આહાર કરવાના છે કારણ :
આહારના ઉદેશ પર બધી દ્રષ્ટિઓથી વિચાર કરતા હતા એવા ભગવાન મહાવીરે છે કારણો ઉત્તરાધ્યયન સૂત્રમાં તથા ઠાણાંગ સૂત્રમાં બતાવ્યા છે.
वेयण वेयावच्चे इरियट्ठाए च संजमट्ठार ।
तह पाणवत्तियाए छटुं पुण धम्मचित्ताए ॥ (૧) સુધાવેદનીયને શાંત કરવા માટે અર્થાત ભૂખ મટાડવા માટે (૨) વૈયાવચ્ચ એટલે કે બાળક, વૃદ્ધ, રોગી, ગુરુ, તપસ્વી આદિની સેવા કરવા માટે (૩) ઇરિયાસમિતિનું પાલન કરવા માટે ભૂખ્યા પેટ બરાબર ચાલી શકાતું નથી. જલસાપૂર્વક
ચાલવા માટે આહાર કરે છે. (૪) સંયમ પાળવા માટે મન આદિનો નિગ્રહ કરવા માટે (૫) પ્રાણધારણ કરવા માટે (૬) ધર્મનું ચિંતન કરવા માટે ધ્યાન આદિ ક્રિયાઓને સ્થિરતા અને શાંતિપૂર્વક સંપન્ન કરવા
માટે.
આ છે કારણોમાં જીવન જીવવાનો મુખ્ય ઉદેશ આવી જાય છે. ભોજન કરે તો એટલા માટે જ કરે કે જેનાથી સંયમ, સેવા, અહિંસા, ત્યાગ આદિ પ્રવૃતિઓની વૃદ્ધિ થાય. સ્વાધ્યાય, ધ્યાન આદિની વૃદ્ધિ થાય. પરંતુ જો આ કાર્યોની આરાધનામાં શરીર ગળતું જાય તો પછી આ શરીરનો મોહ નહિ રાખતા ઉપવાસ, વ્રત, અનશન સલેખનાદિમાં ઝુકાવી દેવું જોઈએ. એટલા માટે છે કારણ આહાર કરવાનાં બતાવ્યા છે. ત્યાં આહાર ત્યાગ કરવામાં પણ છે કારણો બતાવ્યા છે.