________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
(૨)નિર્લોભતાથી અનુત્તર સુખની પ્રાપ્તિ થાય છે. (૩)તપથી અશુદ્ધિનો ક્ષય થવા પર શરીર અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. (૪)સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર થાય છે. (૫)ઈશ્વર પ્રાર્થનાથી સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સંયમથી પ્રાપ્તિ સિદ્ધિઓ :
ધર્મ-લક્ષણ-અવસ્થા આ ત્રિવિધ પરિણામોમાં સંયમ કરવાથી યોગીને ભૂતકાળ, ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે.
શબ્દ અર્થ અને જ્ઞાન આ ત્રણેનાં અભ્યાસથી ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભેદજ્ઞાન તો સંયમ કરવાથી બધા જ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. - ચિત્તવૃત્તિના નિરોધથી બીજાના ચિત્ત સંબંધીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. મૈત્રી આદિ ભાવનાઓની પ્રબળતાથી પુષ્કળ પ્રમાણમાં બળની પ્રાપ્તિ થાય છે. સુર્યના સંયમથી બધા ભુવનોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શ્રોત અને આકાશનો સંબંધ હોવાથી શ્રોત્ર દિવસ બને છે. એટલે કે શ્રોત ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાનના શબ્દો સાંભળવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
શરીર અને આકાશનો સંયમ કરવાથી રૂ જેવું હલકાપણું પ્રાપ્ત થાય છે. જેનાથી સાધક આકાશગમન કરી શકે છે.
• પાંચભૂતોનું સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ આ અવસ્થામાં સંયમ કરવાથી ભૂજય પ્રાપ્ત થાય છે. જેનાથી અણિમા આદિ આઠ મહાસિદ્ધિઓની પ્રાપ્તિ તાય છે.
• રૂપ, લાવણ્ય આદિ શરીર સંપત્તિ પ્રાપ્ત થાય છે. જેનાથી પંચમહાભૂતોના બાધક ધર્મની અસર થતી નથી.
• ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાથી શરીરની મન જેવી શીધ્ર ગતિ થઈ જાય છે. પછી ઇન્દ્રિયો ઇષ્ટ, દેશકાળ અને સૂક્ષ્મ વિષયમાં પ્રવૃત્ત થાય છે તથા પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરી લે છે.
• બુદ્ધિ અને પુરુષનું ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા યોગીને બધાનું નેતૃત્વ તથા સર્વજ્ઞત્વ પ્રાપ્ત થાય છે.
(૪૪૧.