________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
एवं खलु समणाउसो । तस्स णियाणस्स इमेया रुवे पावकम्म फलविवागे तं नो संचाएइ વાતિપાતું ખં પડસુખિન્ના / દશાશ્રુત અન્ય ૧૦
હે શ્રમણો તમે આ પ્રકારે નિદાન કર્યું છે. એનું ફળ કેટલું ભયંકર છે એ તમે જાણો છો. તમારા તપ, નિયમ આદિનું મહાનફળ મળવાનું હતું તેને તમે તુચ્છ બનાવી દીધું. મહાસમુદ્ર સુકાઈને નાનો બની ગયો. તમે તમારું ખોઈ નાંખ્યું. તમે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ જશો. દુર્લભબોધિ બનીને સંસારચક્રમાં પરિભ્રમણ કરતા રહેશો માટે હે શ્રમણો કામ-ભોગોની આસક્તિથી મુક્ત થઈ અભિલાષાઓથી મુક્ત થઈને પોતાના વ્રત-નિયમ આદિની શુદ્ધ આરાધના કરો. કરેલા નિદાનનું પ્રાયશ્ચિત કરો. આત્મસ્વરૂપનું દર્શન કરી કર્મઆવરણોનો ક્ષય કરો. અનંત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત અક્ષય અવ્યાબાધા સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરી શકશો. ગીતામાં પણ કહ્યું છે -
विहाय कामान् यः सर्वान् पुमांश्चरित निस्पृहः ।
નિર્ષનો નિરંવઃ શાંતિમય જીતિ | ગીતા ર-૭૧ જે બધા પ્રકારની ઇચ્છાઓને છોડીને નિસ્પૃહભાવ સાથે તપનું આચરણ કરે છે તે મમતાથી મુક્ત થઈ જાય છે. અહંકારના બંધન તોડીને શાંતિને પ્રાપ્ત કરે છે. ગૌતમબુદ્ધ પણ વિતૃષ્ણાને જ પરમ મોક્ષનું કારણ બતાવ્યું છે.
ર્થ થા યા તો વિમોવો તસ્ય નાપશે . પટિસંભિદામગ્ગો ૨-૯-૫૮ જે સુખ-દુઃખની વિયક્તિઓથી, કામના અને તૃષ્ણાથી, પાર પહોંચી ગયા છે. તેના માટે અન્ય મોક્ષ શું હોઈ શકે.
એટલા માટે તપ કર્મમાં આ પ્રકારની નિષ્કામતાને જૈનધર્મમાં અનિદાનતા કહે છે માટે જ કહ્યું છે કે –
संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । હે સાધક ! તું સંયમ અને તપથી પોતે પોતાને પવિત્ર કરતા સાધનાના મહાપથ પર ચાલ. તપશ્ચર્યા : ત્યાગ વિના માનવ જીવનનો વિકાસ સંભવ નથી. આધ્યાત્મિક તથા આત્મિક
-(૩૯)