________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
ભોગોની અભિલાષા રૂપ કોદાળીથી કાપી નાખવામાં આવે છે. તે ભોગભિલાષીરૂપ કોદાળીને નિદાન કહે છે. કોઈ દેવ અથવા રાજા આદિ મનુષ્યની ઋદ્ધિ અથવા સુખોને જોઈને કે સાંભળીને તેની પ્રાપ્તિની અભિલાષા કરવી કે મારા બ્રહ્મચર્ય અથવા તપ આદિના ફળસ્વરૂપ મને પણ આવી ઋદ્ધિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય આવી રીતે તપ ને વેચીને માંગણી કરવી તેને નિદાન કહેવામાં આવે છે. સ્વ મર્યાદ્રિ ઋદ્ધિ પ્રાર્થને II 11
નિદાન શબ્દનો અર્થ છે નિશ્ચય અથવા બાંધી દેવું. ઉચ્ચ તપને નિમ્ન ફળની અભિલાષાની સાથે બાંધી લેવું તે મહાન ધ્યેયને તુચ્છ સંકલ્પ-વિકલ્પ રૂપ ભોગ પ્રાર્થનામાં જોડી દેવું તેને નિદાન કહેવામાં આવે છે. આ નિદાનને શલ્ય એટલે કે કાંટાની ઉપમા આપવામાં આવી છે.
નિદાન શલ્ય :
શ્રમણ સૂત્રમાં ત્રણ પ્રકારના શલ્ય બતાવવામાં આવ્યા છે. I 2 /
मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादसणसल्लेणं માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય. આચાર્ય હરિભદ્રજીએ શલ્યની વ્યુતપત્તિ કરતા કહે છે કે
ચેતે નેનેતિ શલ્યમ્ ! (હરિભદ્રીય આવશ્યક વૃત્તિ) જે હંમેશા ખેંચ્યા કરે તે કાંટો છે, જેમ કાંટો પગમાં ખેંચી જવાથી શરીરને બેચેન બનાવી દે છે અને નીકળી જાય પછી જ શાંતિ થાય છે. એવી જ રીતે ભોગ અભિલાષાને વશ થઈને નિદાન કરવાવાળા સાધક ને પણ શાંતિ મળતી નથી. તે અંદર અંદર વ્યાકુળ તથા બેચેન રહે છે. કર્મબંધન કરે છે. સમ્યકત્વનો ઘાત કરે છે, માટે તેને શલ્ય કહેવામાં આવે છે.
શ્રેણિક મહારાજા અને ચેલણારાણી બધી રીતે તૈયાર થઈને ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા આવ્યા છે. ત્યારે તેમની ઋદ્ધિ સમૃદ્ધિ જોઈને સાધુ-સાધ્વીઓએ નિયાણું કહ્યું કે અમારા તપ-સંયમનું જો કોઈ ફળ હોય તો અમે આવા સુખને પ્રાપ્ત કરીએ ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું.
1. સ્થાનાંગ વૃત્તિ ૧૦ 2. આવશ્યક સૂત્ર