________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
જૈન શાસનમાં કોઈ પણ ક્રિયાનો એકાંતરૂપે નિષેધ નથી અને ન અનેકાન્તરૂપથી હકાર છે. કોઈ પણ કાર્યમાં કાર્યની મહત્તા નહિ પણ ભાવનાની મહત્તા છે. જો ભાવનામાં કુતૂહલતા નથી. યશ, પ્રતિષ્ઠા નથી, માત્ર કલ્યાણની ભાવના છે, રક્ષણ કરવાની ભાવના છે અથવા સંઘ, શાસન, ગણ આદિ પર કોઈ સંકટ આવી જાય અને તે સંકટ ટાળીને સંઘની સેવા થઈ શકતી હોય તો એવી પરિસ્થિતિમાં કરાયેલો લબ્ધિનો પ્રયોગ એ સકારાત્મક છે. એના સેવનથી સાધક વિરાધક નથી બનતો. પ્રાયશ્ચિત લઈ લે છે. વ્યવહાર ભાષ્યમાં ત્યાં સુધી કહ્યું છે કે
સાહ્નવસેવી સમુવેર મોઉં ! (વ્યવહારભાષ્ય પીઠિકા ૧૮૪) સાધક જો કોઈ વિશિષ્ટ ઉદેશ ના હોય છતાં લબ્ધિનું આચરણ કરે તો પણ તે મોક્ષમાં જઈ શકે છે. તપ (મોક્ષમાર્ગ) :
આત્માને પવિત્ર અને ઉજ્જવળ બનાવી સ્વરૂપ દશાને પ્રાપ્ત કરવી એજ અમારી સમસ્ત ક્રિયાઓનું અંતિમ લક્ષ્ય છે. આ લક્ષ્યની પૂર્તિ કરવાવાળો શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ સાધન તપ છે. તેનું ફળ અચિન્ત અને અસીમ છે. ચિંતામણી રત્ન પાસે જે ઇચ્છા કરીએ તે મળી જાય છે. ચિંતામણી રત્નથી સંકલ્પ સિદ્ધ થઈ જાય છે ત્યારે તપનો પ્રભાવ તો એનાથી પણ આગળ છે. એટલા માટે તપને “અમરવેલ' કહેવામાં આવે છે.
ભવ છોડી સંવિર્ય મે તવા નિમ્નરિક્લક્ | (ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦) કરોડો ભવના સંચિત કર્મ તપથી ક્ષીણ બને છે અને નાશ થઈ જાય છે. નિદાન :
ભોગ-અભિલાષામાં ફસાઈને તપસ્યાને વેચી દેવાની જે ક્રિયા છે. તેને જૈન દર્શનમાં નિયાણુનિદાન' કહેવાય છે. પૂ. અભયદેવસૂરીએ નિદાનની પરિભાષા કરતા કહ્યું કે
निदायते लूयते ज्ञानद्याराधना लगाऽऽनन्द रसोयेत मोक्षप्राल વેન પરશુને વ સેવેન્દ્રાવિશુપાધિ પ્રાર્થનાળું વસાવેન નિતાનમ્ | (સ્થાનાંગવૃત્તિ ૧૦) અક્ષય મોક્ષસુખો ના આનંદરૂપ ફળ વરસાવનારી જ્ઞાન-તપ આદિની લતા જે ચક્રવર્તિ અદિન્ય 2. વ્યવહારભાષ્ય પીઠિકા ૧૮૪ 1. સ્થાનાંગવૃત્તિ ૧૦
-)