________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
સમાજ પર આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. આ કારણે તે શતિઓને લબ્ધિ આદિના રૂપમાં તપનું બાહ્યફળ માનવામાં આવ્યું છે.
સવવું હુ તીસરૂ તવોવિયેતો ! ઉત્તરાધ્યયન - ૧૨/૩૭ ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે કે તપનો વિશિષ્ટ પ્રભાવ સંસારમાં સાક્ષાત્ દેખાય છે. રાજસ્થાનમાં કહેવત છે -
घी खायो छानो को रैवेनी ઘી ખાધું હોય એ છાનું રહેતું નથી. શરીર પર પોતાની મેળે તેનું તેજ દેખાવા લાગે છે. તેવી જ રીતે તપ પણ છાનું રહેતું નથી. તપસ્વીની ઋદ્ધિ, તેજ અને પ્રભાવ પોતાની મેળે જ દેખાઈ જાય છે. કહ્યું છે કે,
जस्सेरिसा रिद्धि महाणुभावा તપસ્વીની અપૂર્વ ઋદ્ધિ, લબ્ધિ અને તેજ એવો અદ્ભુત છે કે જે જુએ તે સ્વયં નતમસ્તક બની જાય છે. લબ્ધિનો પ્રયોગ કેમ નહીં? :
લબ્ધિ જ્યારે તપના પ્રભાવથી સ્વયં પ્રાપ્ત થવાવાળી એક આત્મશક્તિ છે. તેનો પ્રયોગ કરવા જોઈએ કે નહીં ? શાસ્ત્રમાં પ્રયોગ કરવાથી અનુમતી છે કે નહીં ? આ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે ભગવતીમાં સૂત્રમાં બતાવ્યું છે કે –
गुतिदिए गुत्तबंभयारी संखित विउल तेउलेस्से ।। 1 । ગૌતમસ્વામી ઇન્દ્રિયોનું, શક્તિનું સમ્યફગોપન કરતા હતા, એટલે કે પોતાની શક્તિ તથા લબ્ધિનું પ્રદર્શન ક્યારેય કરતા ન હતા. લબ્ધિઓને પચાવી હતી. ભોજન સારુ કર્યું એનું મહત્ત્વ નથી પણ તમે કેટલું પચાવી શકો છો એ મહત્વનું છે. માટે જ્યાં લબ્ધિઓનું વર્ણન છે ત્યાં નિષેધની પણ વાત આવે છે.
લબ્ધિનો ઉપયોગ કરવો એ પ્રમાદ છે. લબ્ધિ પ્રાપ્ત કર્યા પછી વારંવાર ઉપયોગ કરવો એ પ્રમાદ છે સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે કે.