________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
આ લબ્ધિના બળ માટે કહે છે કે –
संधारआए कज्जे चुण्णेजा चक्कवहिमपि जीए ।
તી નથ્થી નુો તદ્ધિપુતાગો મુળવવ્યો કલ્પસૂત્રાર્થ પ્રબોધિની પૃ. ૧૬૬થી ૧૭૦ કદાચ ચક્રવર્તીના કારણે સંઘનો વિનાશ થતો દેખાય અને અન્ય પ્રકારે પણ સંકટ ટળતુ ન દેખાય ત્યારે પુલાક લબ્ધિ ધારક મુનિ પોતાના લબ્ધિબળથી ચક્રવર્તીનો પણ વિનાશ કરવામાં સમર્થ છે. આવી વિશિષ્ટ અને દિવ્ય શક્તિ આ લબ્ધિવાળા મુનિ પાસે હોય છે. અન્ય લબ્ધિઓ :
અઠ્યાવીસ લબ્ધિઓ સિવાય પણ અનેક પ્રકારની લબ્ધિઓનું વર્ણન આગમમાં અને અન્ય ગ્રન્થોમાં અલગ અલગ ઠેકાણે આવે છે. ઉવવાઈ સૂત્રમાં શ્રમણોનું વર્ણન કરતા બતાવ્યું કે ભગવાન મહાવીરના અનેક શ્રમણો મનમાં સંકલ્પ કરીને કોઈને અભિશાપ પણ આપી શકતા હતા અને વરદાન પણ આપી શકતા હતા. કોઈ વચનથી કોઈ શરીરથી પણ શ્રાપ અને વરદાન આપતા હતા. કોઈ તપસ્વી શ્રમણ આકાશાતિપાતિ લબ્ધિના ધારક હતા. આ લબ્ધિના પ્રભાવથી તે આકાશમાંથી ચાંદી, સુવર્ણ આદિ ઇષ્ટ, અનિષ્ટ ઇચ્છિત પદાર્થોની વર્ષા કરી શકતા હતા.
માફયા મળેમાં સવાબુદ સમન્થા ... માસા રૂવરૂપો | (ઉવવાદ સૂત્ર - ૧૫) ઉવવાઈ સૂત્રમાં પણ આ જ વાત બતાવી છે.
લબ્ધિ પ્રયોગઃ નિષેધ અને અનુમતિ
જૈનદર્શનમાં બતાવ્યું છે કે તપસ્યાનું ફળ બે પ્રકારનું હોય છે. એક આત્યંતર અને બીજું બાહ્ય.
આવ્યેતર ફળ એ છે કે કર્મ આવરણઓની નિર્જરા તેનો ક્ષય તથા ક્ષયોપશમ. આનાથી આત્માની વિશુદ્ધિ થાય છે. વિશુદ્ધિ થવા પર જ્ઞાન, દર્શન, ચારિત્ર, બળ, વીર્ય, આદિ આત્મ શક્તિઓ પોતાના શુદ્ધ તથા પ્રચંડ રૂપમાં પ્રગટ થઈ જાય છે. જેમ કોઈ સોનાની લગડી ઉપર માટી જામી ગઈ હોય ત્યારે ચમકારો દેખાતો નથી. પરંતુ ક્ષાર એ એસિડ જેવા પદાર્થોથી સાફ કરવામાં આવતાં માટી દૂર થઈ જાય છે અને સોનું ચમકવા લાગે છે. બસ આજ રીતે કર્મરૂપી માટી જેમ જેમ દૂર થતી જાય છે તેમ તેમ આત્માની શક્તિઓ પ્રગટ થવા લાગે છે.
આત્મશક્તિના રૂપમાં આ શક્તિઓ અત્યંતર હોય છે. પરંતુ તેનો પ્રભાવ, ચમત્કાર, તેજ બાહ્ય જગતમાં દેખાય છે તે શક્તિઓનો સહજ વિકાસ તથા સામાયિક પ્રયોગથી બાહ્ય વાતાવરણ તથા