________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
પ્રાપ્ત થઈ જાય છે કે ક્યારે ક્રોધ આવી ગયો તો તે જમણા પગના અંગુઠાને ઘસે છે. તેમાંથી એક તેજ નીકળે છે. જે અગ્નિ સમાન પ્રચંડ હોય છે અને વિરોધી ને ત્યાં જ બાળીને ભસ્મસાત્ કરી નાખે છે. એવી જ રીતે મોઢામાંથી પણ નીકળે છે. 1 (૨૪) સાહારવર્થેિ
ક્યારે ક્યારેક તપસ્વી મુનિઓ સમક્ષ કોઈ સમસ્યા કે કોઈ પરિસ્થિતિઓ આવી જાય છે. જેનું સમાધાન કરવા માટે આ આહારક લબ્ધિનો પ્રયોગ કરે છે. આ લબ્ધિ ૧૪ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થઈ શકે છે.
(૨૫) શીતલેશ્યા લબ્ધિ
આ લબ્ધિ તેજો વેશ્યાની વિરોધી છે. તેજોલેશ્યા દ્વારા ભડકાવવામાં આવેલી અગ્નિને સમાપ્ત કરવા માટે શીતલેશ્યા લબ્ધિ ધારક જ્યારે કરુણાભાવથી પ્રેરિત થઈને સૌમ્યદષ્ટિવાળા બને છે. જ્યારે ક્ષણ ભરમાં જ દાવાનળ ને શાંત કરી દે છે. શીતલેશ્યા એક આધ્યાત્મિક તેજ છે. આ લબ્ધિ મારક નહિ પણ તારક છે. (૨૬) વૈશ્વિય
જૈનદર્શનમાં વૈક્રિયનો અર્થ છે વિવિધ ક્રિયા અનેક પ્રકારના રૂપ આકાર આદિની રચના કરવી તેને વૈક્રિય કહેવાય છે. વૈક્રિયલબ્ધિથી શરીરની નાની-મોટી વિચિત્ર, સુન્દર, ભયંકર રૂપ બનાવી શકાય છે. એક રૂપમાંથી હજારો રૂપ બનાવી શકાય છે. કિડીથી પણ સૂક્ષ્મરૂપ અને અતિ વિશાળ પ્રમાણમાં રૂપ બનાવવાની ક્ષમતા વૈક્રિય દેહલબ્ધિ ધારક ને પ્રાપ્ત થાય છે. (૨૭) ૩૫ક્ષી મહાનત નહિA
આ લબ્ધિના પ્રભાવથી તપસ્વી ભિક્ષામાં લાવેલા થોડા આહારમાંથી લાખો વ્યક્તિઓને ભરપેટ ભોજન કરાવી શકે છે. તો પણ તે ભિક્ષાપાત્રનું અન્ન અખૂટ ભરેલું રહે છે. જ્યાં સુધી લબ્ધિધારી એ ભોજન ન કર્યું હોય ત્યાં સુધી. જે તેઓશ્રી અગર એ આહાર કરી લે તો સમાપ્ત થઈ જાય છે. (૨૮) પુસ્ત્રાવ ત્રિ
આ એક પ્રકારની દિવ્ય લબ્ધિ છે. જેનાથી દેવતા સમાન અપૂર્વ સમૃદ્ધિ અને બળ પ્રાપ્ત થઈ જાય છે. આ લબ્ધિ માત્ર મુનિઓને જ પ્રાપ્ત થાય છે.
1. ભગવતીસૂત્ર શતક ૧૫