________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
શુભ પરિણામ તથા તપ-સંયમના આચરણથી આ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ કારણથી લબ્ધિઓ શુદ્ધ આત્મશક્તિ છે. આમાં કોઈ દેવશક્તિ અથવા મંત્રની શક્તિનો સહારો લેવામાં આવતો નથી.
વૈદિક દર્શનમાં યોગદર્શનકાર પતંજલિએ આ લબ્ધિઓને વિભૂતિ' કહિ છે. સાધક યોગી પોતાની સાધના દ્વારા અનેક પ્રકારની વિભૂતિઓ પ્રાપ્ત કરી લે છે. અનેક ચમત્કાર પ્રાપ્ત કરે છે. જૈન દર્શનમાં જેમ કહ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી જ્ઞાન સમ્બન્ધી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે અન્ય કર્મોના ક્ષયાદિથી તેના સંબંધિત લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આચાર્ય પતંજલિએ યોગદર્શનમાં યથા પ્રાયઃ આ પ્રકારની વિભૂતિઓની પ્રાપ્તિનો ક્રમ બતાવ્યો છે.
अहिंसा प्रतिष्ठायां तस्सन्निधौ वैरत्यागः ।। 1 ।
અહિંસાની સાધનાથી વેર ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. | I 2 I સત્યની સાધનાથી વચનસિદ્ધિ આદિ પ્રાપ્ત થાય છે.
બૌદ્ધદર્શનમાં આ લબ્ધિ અથવા વિભૂતિને અભિજ્ઞા કહેવામાં આવે છે. તપસ્વી સાધક પોતાની ઉત્કૃષ્ટ સાધના દ્વારા જે શક્તિ પ્રાપ્ત કરે છે. તેને “અભિજ્ઞા” સંજ્ઞા આપવામાં આવી છે. તેના પાંચ અને ક્યાંક તો છ ભેદ બતાવ્યા છે. લબ્ધિના ભેદ :
આત્માની શક્તિ અનંત છે અને અન્ય રૂપોમાં પ્રગટ થઈ શકે છે, જેટલા રૂપોમાં પ્રગટ થાય છે. તેટલી લબ્ધિઓ બની શકે છે. તો પણ મૂળ આગમોમાં તથા ઉત્તરવર્તી ગ્રન્થોમાં લબ્ધિઓની ગણના કરી તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ક્યાંક લબ્ધિનાં દશ ભેદ, ક્યાંક અઠ્યાવીસ ભેદ તથા ક્યાંક બીજા પણ નામો બતાવવામાં આવ્યાં છે.
ભગવતી સૂત્રમાં પૂછવામાં આવ્યું છે કે ભગવાન ! લબ્ધિઓના કેટલા પ્રકાર કહ્યા છે??
1. યોગદર્શન ૨-૩૫
2. યોગદર્શન ૨-૩૬