________________
તપશ્ચર્યા
(४) जल्लो सहि
જલ્લનું નામ છે મેલ શરીરના વિભિન્ન અવયવ
જેવા કે કાન, મુખ, નાક, જીભ, આંખ આદિનો મેલ, પસીનો થાય છે. તેને જલ્લ કહેવામાં આવે છે. તેના સ્પર્શ માત્રથી રોગ શાંત થઈ જાય છે.
પ્રકરણ ૫
(૫) સવ્વોદિ
પ્રથમ ચાર લબ્ધિમાં શરીરનાં અલગ અલગ અવયવ તથા વસ્તુનો સ્પર્શથી રોગ શાંત થવાની શક્તિ બતાવી છે. પરંતુ સવૈષધિ લબ્ધિના ધારક તપસ્વીના શરીરના સમસ્ત અવયવ મળ, મૂત્ર, વાળ, નખ, થૂંક આદિમાં સુગન્ધ આવે છે તથા તેના સ્પર્શથી રોગ શાંત થઈ જાય છે. આ લબ્ધિધારી મુનિનું આખું શરીર પારસમણી જેવું છે, અમૃતમય છે. જ્યાંથી પણ કોઈ પણ વસ્તુને સ્પર્શ કરી લે તરત તે ચમત્કાર બતાવે છે.
(t) संभिन्नश्रोता
આ લબ્ધિની વ્યાખ્યા અલગ પ્રકારે કરવામાં આવી છે.
सर्वतः सर्वैरपि शरीरदेशैः श्रृणोति स संभिन्न श्रोता ।
આ લબ્ધિના પ્રભાવથી સાધક શરીરના કોઈ પણ ભાગથી શબ્દોને સાંભળી શકે છે. પ્રાયઃ કરીને એક ઇન્દ્રિય એકજ કાર્ય કરી શકે છે. આંખ જોવાનું કામ કરે છે. સુંઘવાનું નહિ, નાક સુંધવાનું કામ કરે છે. સાંભળવાનું નહિ. પરંતુ તપના પ્રભાવથ સાધકને એવી શક્તિ પ્રાપ્ત થઈ જાય છે કે કોઈ પણ એક ઇન્દ્રિયથી પાંચે ઇન્દ્રિયોનું કામ થઈ શકે છે.
સંભિન્નશ્રોતા લબ્ધિના ધારક યોગીની શ્રોતેન્દ્રિય શક્તિ ખૂબ જ પ્રચંડ બની જાય છે. સુક્ષ્માતિસુક્ષ્મ અવાજને તે અલગ અલગ કરીને ગ્રહણ કરી લે છે. જંગલમાં જેમ સેંકડો પક્ષીઓનો સાથે અવાજ આવતો હોય ત્યારે સામાન્ય માણસને એકાદ-બેનો ખ્યાલ આવતો હોય છે. અથવા તો એના માટે કોલાહલ લાગે છે. ત્યાં આ લબ્ધિનો ધારક તપસ્વીને દૂર ઊભા રહીને પણ તમામ શબ્દોનો અવાજ સાંભળીને બધાને અલગ અલગ રીતે ઓળખી બતાવે છે.
(૭) અવધિ વ્યિ
આ લબ્ધિના પ્રભાવથી અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
૪૨૮