________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
મુખમાં રહેલી થુંક અથવા મોઢામાંથી નીકળેલા શ્વાસ વિષ સમાન છે તેને આશીવિષ માનવામાં આવે છે.
તેના બે ભેદ છે કર્મઆશીવિષ અને જાતિઆશીવિષ. કર્મ આશીવિષ, તપઅનુષ્ઠાન, સંયમ આદિ ક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. આ લબ્ધિવાળો શ્રાપ આપીને બીજાને મારી શકે છે. ક્રોધમાં આવીને કહી દે કે મરીજાઓ, અથવા તારો નાશ થાય તો તે વાણી ઝેરની જેમ તરત જ તેના પ્રાણ હરી લે છે.
જાતિ આશીવિષ કોઈ લબ્ધિ નથી તે જન્મજાત – જાતિગત સ્વભાવના કારણે પ્રાપ્ત થાય છે. તેના ચાર ભેદ છે : (૧) વિષ્ણુ (૨) દેડકો (૩) સાપ (૪) મનુષ્ય. ચારે એકબીજાથી ચડિયાતા છે. (૧૨) જેવી નથિ
ચારધનધાતી કર્મ ક્ષય થવાથી લોકાલોક પ્રકાશ જે કેવળજ્ઞાન - કેવળદર્શની પ્રાપ્તિ થાય છે તે કેવળલબ્ધિ છે.
(૧૩) પાથર નથિ
ગણધર ગણને ધારણ કરવાવાળા હોય છે. તીર્થંકર પ્રભુની વાણીને સૂત્ર રૂપમાં ગુંથે છે. જેને ક્રમબદ્ધ કરે છે. આગવું રૂપ આપે છે.
અત્યંમાસ રહા સુત્ત થતિ નહિરા નિરળ ! (આવશ્યક નિયુક્ત) તીર્થકર માત્ર પોતાના વિચારોને વ્યક્ત કરે છે ત્યારે ગણધરજી તને શાસ્ત્ર અથવા સાહિત્યનું રૂપ આપે છે. બધા નથી કરી શકતા પરંતુ જેમને ગણધરલબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે જ ગણધર પદ ને પ્રાપ્ત કરી શકે છે.
(૧૪) પૂર્વધર લબ્ધિ
તીર્થકરે ગણધરોને ત્રિપદી દ્વારા જ્ઞાન આપ્યું આ રીતે જે જ્ઞાન પ્રાપ્ત થયું તેને પૂર્વ કહેવામાં આવે છે.
પ્રથમં પૂર્વ તસ્ય સર્વ અવવનાન્ (સમવાયાંગ વૃત્તિ પૂત્ર / ૧૦૧)
-૩)