________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
તપ અને લબ્ધિઓ : લબ્ધિ શું છે? :
ચમત્કાર ને સંસાર નમસ્કાર કરે છે. પરંતુ ચમત્કાર કોણ કરી શકે છે? જેમાં આત્મબળ હશે. જેમની પાસે સાવધાની હશે. યંત્ર અને તંત્રની શક્તિઓ ભૌતિક હોય છે. પરંતુ સાધના—તપસ્યાથી પ્રાપ્ત શક્તિ આધ્યાત્મિક હોય છે. ભૌતિક શક્તિ જાદૂ કહેવાય છે. આધ્યાત્મિક શક્તિ સિદ્ધિ કહેવાય છે. આજે પણ અનેક લોકો તાંત્રિક પ્રયોગ કરે છે. દેવીની ઉપાસનાથી ચમત્કાર પણ બતાવે છે. ભૈરવ, ભવાની, કાલી આદિની ઉપાસના કરી ચમત્કાર કરી આંજી નાખે તેવી વસ્તુઓ બતાવે છે. પરંતુ વાસ્તવમાં આ પ્રયોગોને સિદ્ધિ કહેવામાં નથી આવતી. સિદ્ધિ તો તે છે જે શુદ્ધ આધ્યાત્મિક હોય, કર્મ આવરણોનો ક્ષય થવાથી સ્વતઃ આત્માથી જે શક્તિ પ્રગટ થાય છે તેને ‘લબ્ધિ” અથવા સિદ્ધિ કહેવામાં આવે છે.
લબ્ધિનો અર્થ છે લાભ ! પ્રાપ્તિ ! તપસ્યા આદિથી જ્યારે કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં એટલા રૂપમાં વિશુદ્ધિ અને ઉજ્જવળતા પ્રાપ્ત થાય છે. આત્માનાં ગુણ અને શક્તિઓ જે કર્મોના કારણે ઢંકાયેલી હતી છુપાયેલી હતી તે કર્મઆવરણ હટી જવાથી પ્રગટ થાય છે. જેવી રીતે આકાશમાં સૂર્ય પર વાદળ આવી જાય છે. તો તેનું તેજ, પ્રકાશ ધુંધળું થઈ જાય છે. પરંતુ વાદળ હટતાજ સૂર્ય પહેલાની જેમ ચમકવા લાગે છે. બસ એવી જ રીતે જે વિષયના કર્મદલિકો દૂર થાય છે. ત્યારે તે તે સંબંધની આત્મશક્તિ પ્રગટ થઈ આપણી સામે આવી જાય છે. આચાર્યશ્રી અભયદેવે બતાવ્યું છે કે –
માત્મનો જ્ઞાનાદ્રિ પુનાં ત ક્ષહિતોનામ: | (ભગવતી સૂત્ર વૃત્તિ ૮/૨) આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય આદિ ગુણોનો તે તે સંબંધિત કર્મોનો ક્ષય અથવા ઉપશમ જે લાભ પ્રાપ્ત થાય છે. તેને લબ્ધિ કહે છે. જૈન દર્શનમાં લબ્ધિનો પ્રાયઃ સર્વત્ર આ અર્થમાં પ્રયોગ કર્યો છે. લબ્ધિની પ્રાપ્તિ પરિણામોની વિશુદ્ધતા, ચારિત્રની અતિશયતા તથા ઉત્કૃષ્ટ તપના આચરણથી થાય છે. આચાર્યશ્રીએ કહ્યું છે કે –
પરિણામ તવવસેળ રૂમારું હૃતિ વ્યિો . (પ્રવચન સારોદ્ધાર ૨૭૦/૧૪૬૫)