________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
પંચપરમેષ્ટિ તથા અન્ય દેવી, દેવતાઓ સંબંધી હજારો સ્તોત્ર ગ્રંથો છે. ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર, સાધુ વંદના, રત્નાકરપચ્ચિસી આદિ ઘણી બધી રચનાઓ જોવા મળે છે. ખૂબ જ ભક્તિ ભાવવિભોર બની આત્મશુદ્ધિને માટે આનો રોજ પાઠ કરવામાં આવે છે. લોગસ્સ અને નમોત્થણંમાં પણ પરમાત્માની ભક્તિના જ દર્શન થાય છે.
ભક્તિમય બનવા માટે સમર્પણભાવ જોઈએ. હું કાંઈ જ નથી પરમાત્માં જ સંપૂર્ણ છે. “અહમ્ જાય તો અહમ્ બનાય”. નરસિંહ મહેતાએ પણ આ જ વાત કરી છે કે
“પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતા લેવુ નામ જો તે
બધું જ પરમાત્માને સોંપી દેવાનું છે. ગુરુતમ ભાવને દૂર કરી લઘુતમ ભાવમાં આવવાનું છે. તો આપણે બહિંભાવમાંથી છૂટી અંતરાત્મા આ તરફ આવશુ અને અંતરાત્મામાંથી પરમાત્મા સુધી પહોંચી જશું. ભક્તિમાર્ગમાં શરીરને ઘસાવવાનું કયાય નથી. તેમજ માનસિક ઘસારો પણ ક્યાય નથી જે છે તે માત્ર અહં ને છોડવાનો છે.
આમ ભક્તિ કરી ને શક્તિને મેળવીએ અને શક્તિ દ્વારા મુક્તિને પ્રાપ્ત કરીએ.
જૈનેત્તરધર્મમાં ભક્તિ..... નાનકજી
ગુરુ નાનકનો ઇ.સ. ૧૪૬૯માં જન્મ થયો હતો. તેઓનો જન્મ લાહોરના એક હિંદુ ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. એમના ઉપર કબીરપંથની તેમ જ મુસ્લિમ એકશ્વરવાદની અસર વિપુલ પ્રમાણમાં હતી.
બાળપણથી જ ધર્મભાવના પ્રબળ રીતે ખીલી હતી. એમની સાત વર્ષની ઉંમરે એમના એક હિંદુશિક્ષકને એમણે કહ્યું કે “પ્રભુને જાણવા વેદનો અભ્યાસ કરવા કરતાં પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય એ જ વધારે મહત્ત્વનું બને છે.” I 1 |
એક દિવસ સ્નાન પછી જંગલમાં એમને પ્રભુદર્શન થયાં અને તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. તેમને અમૃતનો પ્યાલો આપ્યો અને કહ્યું : “હું તારી સાથે જ છું. મેં તને સુખી બનાવ્યો છે અને જે લોકો મારું નામ જપશે એમને પણ હું સુખી કરીશ તું જગતના પ્રવાહમાં તુ તણાઈશ નહિ તું મારા નામનો જપ કરજે. દાન કરજે, ધ્યાન ધરજે, મારું નામ ઈશ્વર છે. પરબ્રહ્મ છે અને તું દૈવી ગુરુ છે.” I 2 / ૧. મેક્રાઉલિફ-ધી શીખ રિલિજિયન, ઇટસ ગુરુસ સેક્રેડ રાઈટિંગસ એન્ડ ઓર્થસ ૨. ટ્રમ્પ, ગ્રન્થનું ભાષાંતર, પા.૩૩-૩૫