________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
તેઓ ખાસ માનતા હતા કે બધા જ મનુષ્યો જન્મથી સારા જ હોય છે. તેઓમાં રહેલા સદ્ગણોનો જો યોગ્ય રીતે વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે જરૂર સારો ઇન્સાન બની શકે છે. તેના માટે જોઈએ સારું શિક્ષણ અને સારું અધ્યયન.
કન્ફયુશિયસ આપેલા જીવન ઉપાયના મૂલ્યો - જે વાત તમને નાપસંદ હોય તે બીજાના માટે ક્યારેય ન કરો કે ન વિચારો. - પ્રેમ એ બધા ગુણોનું મૂળ છે માટે દરેક સાથે પ્રેમ કરો. - બધા જ લોકો પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન કરવું.
જીવનને ન્યાય નીતિમય બનાવવું. હૃદયમાં નમ્રતા વિગેરે સદ્ગણોને ધારણ કરવા.
ભલાઈ શું બુરાઈ શું - આ વાતનો વિવેક કરવો. - સચ્ચાઈ અને ઇમાનદારી આ બન્ને ગુણો વ્યક્તિગત અને સામાજિક જીવનની આધારશિલા
છે તેનું આચરણ કરવું. – ત્રણ પ્રકારની મિત્રતા સદા સારી છે તેનો જીવનમાં અમલ કરવો.
(૧) સીધાસાદા મનુષ્યથી મિત્રતા રાખવી. (૨) અનુભવી મનુષ્યથી મિત્રતા રાખવી. (૩) વિશ્વાસ યોગ્ય મનુષ્યથી મિત્રતા રાખવી.
ત્રણ પ્રકારની નકારી મિત્રતાથી દૂર રહેવું. (૧) લુચ્ચા અને હઠીલા મનુષ્યની મિત્રતા ન રાખવી. (૨) બનાવટી નમ્ર મનુષ્યની મિત્રતા ન રાખવી. (૩) ચતુર –ચલાક મનુષ્યની મિત્રતા ન રાખવી. પોતાના દોષોને દૂર કરવા. આ પાંચ સદ્ગણો દરેક મનુષ્ય કેળવે. ૧. આચરણ, ૨. વ્યવહાર, ૩. જ્ઞાન, ૪. નૈતિક સાહસ, ૫. દયાભાવ જુગાર અને શરાબનું વ્યસન ન કરવું.