________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
વિસ્તારથી તાઓ શબ્દ બન્યો છે. તેનો અર્થ થાય છે બધી જ જગ્યાએ વ્યાપ્ત રહેવાવાળું તત્ત્વ.
લાઓત્સએ આપેલા જીવન ઉત્થાનના મૂલ્યો – - તેહમાં તમે શ્રદ્ધા રાખવી. - તેમાં બધા જ સગુણો આવી જાય છે માટે તેનું સ્મરણ કરો.
વૂળીમાં કોઈ વાસના, ન કોઈ ઇચ્છા, ન કોઈ કામના. બસ શાંતિ-પરમશાંતિ છે માટે તેના ઉપર શ્રદ્ધા રાખવી. હું કશું જડ કરતો નથી. જે કાંઈ બની રહ્યું છે તે આપોઆપ બની રહ્યું છે. સહજભાવથી બની રહ્યું છે આ સમજી તેને તમારે જોયા કરવું. ભલુ કે બુરું એવું પણ ફળ મળે તે મને મંજૂર છે. તારા કાંટાઓથી પણ મને પ્યાર છે. તારા ફૂલોથી પણ પ્યાર છે. આનો સહર્ષભાવે સ્વીકાર કરવો. સાદગીને જીવનમાં અપનાવવી. માન સન્માન, પદ, પ્રતિષ્ઠા, પરિગ્રહને ગલત માનવી.
જીવનમાં નમ્રતા અને પ્રેમને કેળવવા. – ખરાબ વ્યક્તિ સાથે પણ સારો વ્યવહાર રાખવો. - બધા જ દુઃખોનું મૂળ છે પ્રેમનો અભાવ માટે દરેક સાથે પ્રેમપૂર્ણ વર્તવું. - બધી જ બૂરાઈનું મૂળ કલેશ અને યુદ્ધ છે માટે તેનાથી દૂર રહેવું. ૭ - કોન્ફયુસિયસ ધર્મ – શિષ્ય પૂછે છે... એક શબ્દમાં જણાવો કે મનુષ્યનું કર્તવ્ય શું છે ? કન્ફયુશિયસે કહ્યું – ભાઈચારો અને પ્રેમ. કોઈની પણ સાથે એવો વ્યવહાર ન કરો જેવો વ્યવહાર તમે ચાહતા નથી કે કોઈ તમારી સાથે કરે. કન્ફયુશિયસે માનવીય ગુણો ઉપર સૌથી અધિક ભાર મૂક્યો છે. તેઓ માનતા હતા કે વિવેક, ન્યાય, સરળતા, સત્ય સૌનું હિત. સૌનું કલ્યાણ, સવૃત્તિ વગેરેનો વિકાસ થવો જોઈએ. આ સહુ સગુણોનો મનુષ્યોમાં ભરપૂર વિકાસ થાય તો સમાજ સુખી અને પ્રસન્ન બની શકે છે.