________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
એકબીજાને મળે છે ત્યારે બોલે છે : “અસ્સલામો આલુકેમ” જેનો અર્થ થાય છે “આપને શાંતિ મળે”
અલ્લાએ માનવજીવનને શણગારવા માટે મૂલ્યોની અનુપમ વાત બતાવી છે. - અલ્લા ઉપર વિશ્વાસ રાખવો. - અલ્લાહ વિશેના પુસ્તકો ઉપર વિશ્વાસ રાખવો. - ફરિસ્તા એટલે કે અલ્લાહના હુકમથી ઘણા બધા કામો પૂરાં કરે છે. તેઓ આત્મથી પવિત્ર
હોય છે. સદૈવ અલ્લાહના નામનો જાપ કરતા હોય છે. એવા ફરિસ્તાઓ ઉપર વિશ્વાસ રાખવો. રસુલો એટલે સંદેશાવાહક. મનુષ્યોએ ક્યાં કામ કરવા જોઈએ, ક્યાં ન કરવા જોઈએ, ક્યું કામ કરીએ તો અલ્લાહ ખુશ થાય અને કયા કામથી નાખુશ થાય - તે સર્વ વાતો સમજાવવા અલ્લાહ સમય સમય ઉપર પોતાના સંદેશાવાહક મોકલે છે. જેને રસુલ અથવા પયગમ્બર કહેવામાં આવે છે. દરેક રસુલ સાચા અને નિષ્ઠાવાન હોય છે. આ બધા જ રસુલ ઉપર વિશ્વાસ રાખવો. આખિરત (કયામત) ન્યાયનો દિવસ. આપણે જે કાંઈ સારું કે નરસું કામ કરીએ છીએ તેનું ફળ આપણે જ ભોગવવાનું હોય છે. એક દિવસ એવો આવે છે જ્યારે બધાના લેખાજોખાં થતાં હોય છે. ન્યાય થતો હોય છે. એ દિવસનું નામ છે “આખિરત”. એના ઉપર પણ વિશ્વાસ રાખવો. દરરોજ ફજુ, જુહર, અસ્ત્ર, મગરિબ અને ઇશા એમ પાંચ સમય ઉપર નમાજ કાયમ કરવી જોઈએ. રમઝાનના મહિનામાં રોજા રાખવા જોઈએ. અલ્લાહના માર્ગે ઓછામાં ઓછી અઢી ટકા રકમ બાજુ પર રાખી તેનું દાન કરવું જોઈએ. જે જકાતના નામથી ઓળખાય છે. બધા જ લોકો સાથે ભાઈચારો રાખી તે પ્રમાણેનો સરખો વ્યવહાર કરવો. અલ્લાહની નજરમાં બધા સરખા છે. કોઈ મજબૂરની સંપત્તિ હડપ ન કરવી. મહિલાઓને ઊંચો દરજ્જો આપવો. સદાચારને જીવનમાં અપનાવવો.