________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
પરમાત્માની પ્રેરણા અને શક્તિ મખ્યને જાગૃત કરે છે. તે જ પ્રમાણે પ્રેમ, આનંદ, વિશ્વાસ, ભક્તિ જેવા દૈવી ગુણોને વિકસાવે છે. આ પવિત્ર આત્માની કૃપા ન થાય ત્યાં સુધી મનુષ્ય દોષમાંથી મુક્ત થઈને ભગવાનનાં ચરણોમાં નહીં જઈ શકે માટે તમે મારામાં શ્રદ્ધા રાખો
અને મને ભજવું. - તમે કોઈની પણ હિંસા ન કરો અને જે મનુષ્ય હિંસા કરે છે તે ગુનેગાર છે. - જે વ્યક્તિ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે તે વ્યક્તિ પરમાત્માની નજરમાં ગુનેગાર છે.
જે વ્યક્તિ પોતાના ભાઈઓ ગાળો આપે છે. કડવી વાતો કરે છે તે તો તેનાથી પણ વધુ ગુનેગાર છે. આપણા ભાઈ ઉપર મનમાં જે ક્રોધ પેદા થયો હોય તે પ્રાર્થના કરીને પહેલા તેને બહાર ફેંકી દો. ભાઈ સામે સુલેહ કરી દો. વ્યભિચાર ન કરવો, કોઈપણ સ્ત્રી ઉપર ખરાબ દૃષ્ટિએ જોવું જ ન જોઈએ. આવી રીતે ખરાબ દૃષ્ટિ નાંખનાર પ્રભુ આગળ ગુનેગાર છે.
સોગન ખાવા કરતા પણ હા કે ના માં જ જવાબ આપવો જોઈએ. – બૂરાઈનો બદલો બૂરાઈથી ક્યારેય ન આપો. કોઈ તમારા જમણા ગાલે તમાચો મારે તો તમે
તેની સમક્ષ તમારો ડાબો ગાલ ધરી દે જો. દરેક મનુષ્યને પ્રેમ કરો જે તમને દુશ્મન માનતો હોય તેને પણ પ્રેમ કરો. બધા જ મનુષ્યો એક છે. પરમપિતાના સંતાન છે. બધા જ ભાઈ ભાઈ છે. બધાની સાથે પ્રેમનો વ્યવહાર કરવો જોઈએ. સત્યમય જીવન અને અસત્યનો આશરો ક્યારેય પણ લેતો નથી જે સત્ય બોલશે એના ઉપર મારી કૃપા વરસતી રહેશે. બધાને પ્રેમ કરો. બધામાં મને જુઓ. બધા ઉપર દયાભાવ રાખો કારણ કે બધાને જીવવું જ ગમે છે. દાન આપો. તમારી જે કોઈ વસ્તુઓ છે એની અગર બીજાને જરૂરીયાત હોય તો જરૂર તમે આપો. ક્રોધ ક્યારેય ન કરવો. લોભી ક્યારેય ન બનવું. વિષય-વાસનાના ચક્કરમાં પડશો નહીં.