________________
તપશ્ચર્યા
-
-
૪
-
વિષય વાસનાથી બચજો. પરાઈ સ્ત્રીના મોહમાં ફસાઈ જીદંગીને બરબાદ ન કરતા.
માતાપિતાનો ખૂબ આદર કરજો. હિંસા ન કરવી.
ઇમાનદારીપૂર્વક જીવન જીવવું. કોઈની પણ ધૃણા ન કરતા
જગતના સર્વ જીવો પ્રત્યે દયા રાખજો અને બને તેટલું દાન કરજો. આ જ સત્કર્મ છે. તમારા
જીવને ઉજ્જવળ બનાવશે.
અંતે પ્રભુને પ્રેમ કરજો અને તેનાથી ડરતા રહેજો. પ્રભુને પ્રેમ કરશો તો તમને સદાય સત્કર્મ કરવાની ઇચ્છા થશે અને પ્રભુથી ડરતા રહેશો તો કોઈ ખરાબ કામ કરતા તમે અટકી જશો. આ પ્રમાણેના મૂલ્યો બતાવી યહોવાએ માનવીને સુંદર સંદેશો જીવન જીવવાનો બતાવ્યો છે. ખ્રિસ્તી ધર્મ
પ્રકરણ - ૪
હિન્દુઓ જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિત્રયીને માને છે તે જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મ પણ
માને છે કે ભગવાન પોતાની જાતને ત્રણ સ્વરૂપોમાં પ્રકટ કરતા હોય છે.
(૧) પરમિપતા પરમાત્મા
(૨) ભગવાનના એકમાત્ર સંતાન ઇસુ.
(૩) પવિત્ર આત્મા.
ખ્રિસ્તી ધર્મ માને છે કે પરમેશ્વર છે. તેઓ એકમાત્ર છે. તેઓ સમગ્ર જગતના પિતા છે. તેઓ સર્વજ્ઞ છે. તેઓ સર્વશક્તિમાન છે. તેઓ સર્વવ્યાપી છે તેઓ પરમપવિત્ર છે. તેઓ ૫૨મ ન્યાયી છે. તેઓ પરમ કરુણામય છે. તેઓ પરમ પ્રેમમય છે. તેઓ પરમ ક્ષમાશીલ છે. તેઓ અનાદિઅનંત છે. તેઓ પૂર્ણ છે. તેઓ રક્ષક છે. તેઓ નિર્વિકાર છે. વિશવ્યાં જે કાંઈ છે તે બધી જ તેઓની કૃતિ છે. તેઓએ જ બધુ બનાવ્યું છે. સ્ત્રી-પુરુષને પણ તેઓએ જ ઘડ્યા છે. એ જ રીતે પશુ-પક્ષી અને બાકીના જગતને પણ તેઓએ ઘડ્યું છે.
ઇસુ ખ્રિસ્તે માનવ જીવનને આપેલા અમુલ્ય મૂલ્યો
વિશ્વમાં એક દૈવી આત્મા પવિત્ર આત્મા છે. આ પવિત્ર આત્મા મનુષ્યના ચિત્તને શુદ્ધિ કરે છે. અને તેને ભગવાનની તરફ દોરી જાય છે. તેના દ્વારા જ મનુષ્ય પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ પામે છે. માટે તમારે મારી દરરોજ પ્રાર્થના કરવી.
૪૧૪
-