________________
તપશ્ચર્યા
બાહ્ય કર્મકાંડોની વ્યર્થતા સિદ્ધિ કરી હતી તથા સંતમતનો વિશુદ્ધ સંદેશ દૂર સુદૂર સુધી ફેલાવ્યો હતો. પગપાળા ચાલીને ધર્મપ્રચાર કર્યો હતો.
દરિયા સાહેબનો સંદેશ
कहे दरिया जग आएह संतन्हि के हित लागि ।
निन्हि जिन्हि शब्द विवेकिया, टिगुन माया कहं त्यागि ॥ अमर सार साखी २५, ह.ग. पृ. ३६९
જે વાસ્તવમાં સત્ય છે જે ક્યારેય પણ બદલાતું નથી. જેનો ક્યારેય પણ નાશ થતો નથી. જે એક સરખું જ રહે છે. સન્તોએ એ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. એમનો સંદેશ સદા એક જ રહે છે. कही सुनी सब कहते है सुनि पडी यह कान ।
दरिया देखी जो कहे, सो बदिये परमान ॥
પ્રકરણ 3
सहस्त्रानी, ह.ग.पृ.३६९
સ્વના અનુભવ વગર લોકો જે પણ કાનથી સાંભળે છે. એ સાંભળેલી વાતો બીજાને કહેતા ફરે છે. આ પ્રકારે સંસારમાં અન્ધ-પરમ્પરા ચાલી આવે છે અને લોકો પણ સત્યજ્ઞાનની શોધ વિના અન્ધ-વિશ્વાસમાં પડી રહે છે, પરંતુ દરિયા સાહેબનો આન્તરિક આંખથી જોઈને ઉપદેશ આપે છે.
जो किछु देखा-लिखा सोइ भाखा । ज्ञान दीमणा उर अंतर रखा ।
सत बचन लिखा भिजु ग्याना, संत समुझि लेहु पद निर्बाना ॥
अमर सार चोपाई २५०, २९९, ह.ग्र. पृ. ३६२ और ३६८
દરિયા સાહેબ કહે છે કે પોતાની હૃદયની અંદરના જ્ઞાનદિપકના પ્રકાશમાં જે કાંઈ મેં જોયું છે માત્ર તે જ લખ્યું છે અને કહ્યું છે. સન્તોના હૃદયમાંથી મન-માયાનો પડદો હટી ગયો હોય તો તેમનું હૃદય સત્ય જ્ઞાનથી પ્રકાશિત રહે છે.
तन के त्रास जो बहुन देखावै, पंच अगिनि में तनहि जरावै ॥ उरध मुख झूलै दिन राती, जल ले मिलह सएन बहुभांति ॥ पय पीवहि जल करहिं अहारा, लंगा फिरे तन रहे उधारा ।. अगर भभूति भारी मुख छारा, काम क्रोध निसदिन बैचारा ॥ भ्रिगत्रिसुना मद माया जो त्यागे, अंतीहु कपट बिखै रस लागे ॥ पाखंड कर्म करहिं सम जानी । ताते जीवन जन्म भव हानी ॥ भक्ति हेत चौपाई ९८- २०३, द. ग्र. २, पृ. २८६-२८७
३६१