________________
તપશ્ચર્યા
પ્રકરણ - 7
હિન્દુ ધર્મમાં પણ આ જ વાત બતાવી છે. ॐ सहनाभवतु सह नौ भुनक्तु । મુસ્લિમોમાં પણ એક જ થાળમાં સામે બેસીને જમવાનું એ પણ ભાઈચારો જ બતાવ્યો છે. એકબીજાના સહચર બતાવવામાં આવ્યા છે.
બુદ્ધધર્મમાં પણ દરેક ઉપર કરુણા રાખી સહુ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવી પોતાના જેવા સમજવાના છે.
જૈનધર્મમાં એકબીજાના આધાર પર જીવવાની વાત બતાવી છે. કુદરતી રીતે જ એવી ગોઠવણ થઈ છે કે ક્યાંય અસમજ પણ ન થાય ઘણા કહે છે કે પશુઓનો વધ કરવામાં નહીં આવે તો વસ્તી વધી જશે. જીવવું ભારે પડશે, પરંતુ જૈનદર્શન ના પાડે છે. જો પરસ્પરતાનો સંબંધનો ખ્યાલ આવી જશો તો કોઈ જ પ્રશ્નો ઊભા નહી થાય. આમ આ મુલ્યો એકબીજા માટે પણ અતિ જરૂરી છે.
સમાજ માટે જરૂરી –
સમાજના ઘડતર માટે પણ મૂલ્યો જરૂરી છે. જે મૂલ્યોનું જતન સમાજમાં ન હોય તો સમાજમાં અંધાધૂંધી ફેલાઈ જશે. જ્યાં માનવોનો સમૂહ છે ત્યાં સમાજ છે. એ સમાજને ચલાવવા મૂલ્યોની જરૂરીયાત પડશે. આ મૂલ્યોના કારણે સમાજમાં સભ્યતા, નિર્ભયતા, પરસ્પરતા, સહાયકતા, ભાવુકતા, આત્મીયતા આવા બધા જ ગુણો મૂલ્યોથી પ્રાપ્ત થશે અને જ્યાં મુલ્યો નથી ત્યાં ભય, દિંગાફસાદ, ચોરી, લૂંટફાટા, ક્રૂરતા, દાનવતા, હિંસાત્મક વલણ વિગેરે જોવા મળશે અને સમાજજગતમાં રહેવાથી મૂલ્યોની અસર યુવાનો તથા બાળકો પર જલ્દી પડે છે. એ ઝડપથી એનો સ્વીકાર કરી લે છે. વડીલોને પણ શાંતિ અને સમાધિ મળી રહે છે. જ્યાં મૂલ્યો છે ત્યાં જ સમાજ છે જેમકે માનવોનો સમાજ અને જ્યાં મૂલ્યો નથી ત્યાં સમાજ નથી જેમક પશુઓનો, પશુઓ વેરવિખેર પડ્યા છે.
ભગવાન મહાવીર સ્વામીએ પણ સમાજની એકતા માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુસાધ્વી-શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સંઘને સાંકળવા માટે ભગવાને વિનયરૂપી મૂલ્ય બતાવ્યું છે. એકબીજા વચ્ચે વિનયની સાકળ બતાવી છે. જે આજે પણ ભગવાન મહાવીરસ્વામીને નિવાર્ણ પામ્યાને ૨૫૦૦ વર્ષથી વધારે થયા છતા પણ આજ ચતુર્વિધ સંઘ આજે પણ એ જ રીતે આગળ વધી રહ્યો છે.