________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
*
છએ કાયના જીવો સંબંધી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે અને બધા જ જીવો દુઃખથી ગભરાય છે એટલે દરેક ને દુઃખ ગમતું જ નથી સર્વેને સુખ જ ગમે છે. શાતા જ પ્રિય છે.
કોઈ આપણને દુઃખ આપે તો ગમતું નથી. જો આપણને દુઃખ ગમતુ ન હોય તો આપણે બીજાને કેવી રીતે આપી શકીએ.
હિંસા બે પ્રકારની બતાવી છે. (૧) સ્થૂલહિંસા (૨) સુક્ષ્મહિંસા.
-
સ્થૂલહિંસા – આપણી આંખથી પણ ન દેખાય તેવા સુક્ષ્મ જીવો રહેલા છે. આ જીવોની હિંસા અનિવાર્ય છે. છતા જેટલી દયા પળાય તેટલી દયા પાળવાની છે.
હિંસાથી બચવુ દરેક જીવોને અભયદાન આપવુ તે અહિંસા રહેલી છે. ભારતદેશ અહિંસા પ્રધાન દેશ છે. પૌર્વાત્ય સંસ્કૃતિ અને ધર્મનો પાયો જ અહિંસા છે. દરેક ધર્મોએ અહિંસાને સ્થાન આપ્યુ છે. અહિંસાનો ઝંડો યુગે યુગે ફરકતો રહ્યો છે અને રહેશે જ. અહિંસા એક શાશ્વત સત્ય છે.
ભગવાન મહાવીરસ્વામીની અહિંસા એ સર્વસંપન્ન અહિંસા છે. એમના જેટલુ અહિંસાનું સુક્ષ્મ વર્ણન કોઈએ પણ કર્યું નથી. મહાત્મા ગાંધીજીએ તો ભગવાન મહાવારીસ્વામીની અહિંસાના સાક્ષાત દર્શન કરાવ્યા છે. વગર શસ્રએ Quite India સૂત્ર આપી દેશ આખામાં જાગૃતિ આવી અને અંગ્રેજો પણ સમજી ગયા કે હવે અહિ રહી શકશે નહિ અને તેઓ ચાલ્યા ગયા. જૈનધર્મની અહિંસા અને ગાંધીજીની અહિંસાનો સમન્વય કરીએ તો તે સમજવામાં બહુ સુલભ બની જશે.
સૂક્ષ્મ કે સ્થૂળ અહિંસાની સાધનાને જીવનમાં ઉતારવા માટે જૈનદર્શને “દયાનું મૂળ સંયમ” બતાવ્યું છે. કારણકે જીવમાત્રને જીવવું તો છે જ અને નવો નીવણ્ય નીવનં વિકાસને જીવનનો ધ્યેય રાખી એ જ સાચો સંયમી છે. આવા સંયમમાં જ મહાત્માજીનું જીવન વણાયેલુ હતું. રાષ્ટ્રધર્મમાં પણ સંયમને જ સ્થાન આપ્યુ હતું અને તેનો અદ્ભુત પ્રભાવ પડ્યો ભલે આજે કોઈના ગળે વાત ઉતરે કે ન ઉતરે પરન્તુ તે માર્ગ સાચી શાન્તિ માટે શુદ્ધ, સત્ય અને સૈદ્ધાંતિક છે.
૩૯૮)
હિંસા ત્રણ પ્રકારે થાય છે. (૧) મનથી (૨) વચનથી (૩) કાયાથી આ ત્રણે પ્રકારે હિંસા થવાનું કારણ છે. “પ્રમત્ત યોગાત્ પ્રાળ વ્યપરોપળ હિંસા” |
હિંસા થવાનું કારણ છે પ્રમાદ. પ્રમાદ છે ત્યાં હિંસા છે માટે પ્રમાદના ત્યાગની જરૂર છે. અપ્રમાદને કેળવવો પડશે તો મન, વચન અને કાયાથી અહિંસાનું પાલન કરી શકાશે. સહુને પોતાના સમાન ગણવામાં આવે તો અહિંસાનું પાલન શક્ય બની જાય છે.