________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
સત્ય બોલવું ખુબ જ સહેલું છે, કારણકે એને યાદ રાખવું પડતું નથી. જ્યારે અસત્ય વારંવાર બોલવામાં આવે તો યાદ રાખવું પડે છે. જેને સત્યની કિંમત સમજાઈ ગઈ તેને બધું જ સમજાઈ ગયું. મહારાજા વિક્રમ પાસે લક્ષ્મીદેવી, સરસ્વતીદેવી, કીર્તિદેવી, સત્યદેવ, યશદેવ વિગેરે આવ્યા અને જવાની રજા માંગી. એમણે એકને છોડીને બધાને જવાની રજા આપી. એક સત્યદેવને પોતાની પાસે રહેવા માટે કહ્યું ત્યાં બધાએ કહ્યું સત્યને છોડીને અમે ક્યાય જઈ શકીએ તેમ નથી. યુધિષ્ઠીર મહારાજા સત્યવાદી હતા. જીવનમાં એક જ વખતે ન સત્ય ન અસત્ય જેવું બોલ્યા હતા. મહારાજા વસુ સત્યવાદી હતા. જેમના સત્યના પ્રભાવે એમનું સિંહાસન જમીનથી એક ફૂટ અધ્ધર રહેતું હતું. હરિશ્ચન્દ મહારાજાએ આ સત્યને ખાતર બધું જ છોડી દીધું. આવા તો અનેક દાખલાઓ છે.
કહ્યું પણ છે કે સત્ય ગૂંથાત્ કિર્થ તૂયાત ! | 3 | સત્ય બોલો પ્રિય બોલો तहेव फरुसा भासा गुरुभूओवधारणी । સવા વિ સા ન વાવ્યા, નો પાવસ કામો | (દશવૈકાલિક સૂત્ર, અ-૬)
જે ભાષા કઠોર હોય, બીજાને ખૂબ જ દુઃખ પહોંચાડનારી હોય તે સત્ય કેમ ન હોય છતાં પણ ન બોલવી જોઈએ કારણકે ત્યાં પાપનો આશ્રવ હોય છે.
સત્યથી વચનસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સત્યનું તેજ જબકી ઉઠે છે માટે સત્યરૂપી મૂલ્યને જીવનમાં આચરવા જરૂરી છે. (૩) અચોર્ય –
આજ્ઞા વિના વસ્તુ લઈ લેવી, બીજાની વસ્તુ ઉપર પોતાની માલિકી કરી દેવી તે ચોરી છે. એક વખત જો કોઈની વસ્તુ લઈ લેવમાં આવે તો વારંવાર લેવાનું મન થાય છે. ચોરી કરવાની આદત પડી જાય છે.
सुरुवे अतित्ते य परिग्गहस्मि सत्तो व सत्तो न उवेइ तुढेिं । સક્રિોસેળ તુહી પરસ તોપવિત્વે ગાડુ (ઉત્તરાધ્યયન સૂત્ર ૩૨/૨૯) - રૂપમાં જેને સંતોષ નથી અર્થાત જે રૂપ અને રૂપવાનના પરિગ્રહમાં અત્યન્ત આસક્ત થઈ ગયા છે અને જેને તેના સંગ્રહની હમેંશા લાલસા રહે છે માટે બીજાની ચોરી કરે છે.
પરિગ્રહની આસક્તિ, લોભના કારણે તથા સ્વાર્થના કારણે ચોરી કરે છે. જરૂર ન હોય છતાં ચોરી કરીને અનર્થદંડના પાપથી દંડાય છે. ચોરી કરવા જતા કેટલાય લોકોનો વિશ્વાસઘાત કરવો
(૪૦૦