________________
તપશ્ચર્યા
પડે છે. આત્માની સાથે છેતરપીંડી કરવી પડે છે. ચોરી કરીને પકડાઈ જવાના બીકથી ક્યારેક હિંસાત્મક બની જાય છે. અસત્યનો સાથ લેવો પડે છે માટે ચોરી ન કરવી જોઈએ.
અચોર્ય એ આત્માનો ગુણ છે જે લોભ, લાલસા, મમતા પરિગ્રહ વિગરેથી બચાવે છે અને સંતોષ, સમતા સરળતા રૂપ ગુણની પ્રાપ્તિ કરાવે છે પરંતુ ચોરીને છુપાવવા જાય તો નુકશાન પણ ઘણુ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે...
तवतेणे वयतेणे रुवतेणे य जे नरे ।
आयार भावतेणे य कुव्वइ देव - किव्विसं ॥
પ્રકરણ ૪
(દશવૈકાલિક સૂત્ર ૫/૨/૪૬)
એટલે કે જે માણસો તપ, ઉંમર, આચાર અને ભાવને સંતાડે છે. બીજા પૂછે તો સ્પષ્ટ નથી કહેતા તે સાધુ હોવા છતા કિલ્વિષી દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે.
ગીતામાં પણ કહ્યું છે કે....
तैर्दत्ता न प्रक्षयैभ्यो भुङ्क्ते स्तेन एव स: ।
જેણે પોતાની ઉપર ઉપકાર કર્યો હોય, આપણને જેના તરફથી મદદ મળી હોય તેનો બદલો ન વાળવો તે ચોરી છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચોરીના ત્રીસ નામ બતાવ્યા છે. પુણ્યશ્રાવકને ત્યાં અણહક્કનું છાણું આવી જતા સામાયિકમાં મનની સ્થિરતા ન રહી આના ઉપરથી ખ્યાલ આવશે કે ચોરીથી નુકશાન કેટલું છે અને અચૌર્યથી લાભ કેટલો છે.
૪. બ્રહ્મચર્ય ·
-
બ્રહ્મ + ચર્ય - બ્રહ્મ એટલે વીર્ય, વિદ્યા, આત્મા, ઉત્તમ આત્મા વિવિધ અર્થ થાય છે. ચર્ય એટલે રક્ષણ, અધ્યયન, ચિંતન થાય છે. વીર્યરક્ષા, આત્મ-ચિંતન, વિદ્યાધ્યયન આદિ થાય છે. બ્રહ્મચર્યની પરિભાષા - આત્મચિંતન માટે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો આવશ્યક છે. સુખની અભિલાષાથી ઇન્દ્રિયો દુવિષયો તરફ છોડે અને મન ઇન્દ્રિય-અનુગામી બને તે આત્મા માટે હિતકારક છે. જ્યારે ઇન્દ્રિયો દુર્વિષયો તરફ દોડે નહિ અને ઇન્દ્રિયો સાથે મન પણ આત્માનો અશુભ ચિંતક ન બને તેમાં જ આત્માનું હિત છે. ઇન્દ્રિયો અને મન ખરાબ વિષયમાં દોડે નહિ ખરાબ વિષયોની ઇચ્છા ન કરે અને સુખની લાલસાથી તેને ન ભોગવે તે જ બ્રહ્મચર્ય છે.
ગાંધીજીએ ‘બ્રહ્મચર્ય’ના અર્થમાં લખ્યું છે કે ‘બધી ઇન્દ્રિયો અને સંપૂર્ણ વિકારો પર પૂર્ણ અધિકાર કરી લેવો તે બ્રહ્મચર્યનો અર્થ છે. બધી ઇન્દ્રિયોને તન, મન અને વચનથી દરેક સમય અને દરેક
૪૦૧