________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
અહિંસા એ વીર પુરુષનું લક્ષણ છે. કૂફાડા મારતો ચંડ-કૌશિક સર્પ જ્યારે અહિંસારૂપી મુલ્યને સમજ્યો શાંત બની ગયો તે જ જીવનમાં કાંઈક પ્રાપ્ત કરી શકે છે.
અહિંસાની સાધના માટે જાગૃતિ, વિવેક, સંયમ અને નિર્ભયતા આ ચાર લક્ષણો જરૂરી છે. આ ચાર લક્ષણો દ્વારા વિશ્વબંધુત્વ, ઉદારતા, સંયમિતા, સ્વાવલંબિત્વ એ જીવનક્રિયાના મુખ્ય સૂત્ર બની જશે અને એના દ્વારા વ્યક્તિમાં, સમાજમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં સર્વત્ર શાન્તિની વ્યાપકતા જોવા મળશે. બધા જ ધર્મનો સાર હિંસા પરમો ધર્મ: | બતાવ્યો છે. ૨. સત્ય –
અસત્યનો ત્યાગ કરવાનો છે. અસત્યની વ્યાખ્યા આપવી કઠીન છે. અસત્ય બોલવાથી માણસ ખોટો પડી જાય છે. આજે માણસ થોડા સ્વાર્થ માટે થઈને જુઠું બોલે છે. એક વખત અસત્ય બોલાઈ જાય તો પછી વારંવાર બોલવાની ઈચ્છા થાય છે. જે પોતે જ પોતાના પગ ઉપર કૂહાડો મારીને પોતાના આત્માને નુકશાન પહોંચાડે છે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે.... मुसावाओ च लोगम्मि, सव्वसाहूहिं गरहिओ । વિસ્સાસો ય મૂયા, તન્હા મોસ વિવજ્ઞાણ | (દશવૈકાલિક સૂત્ર : ૬/૧૩)
અસત્યને સંસારમાં પણ સત્પષો દ્વારા નિન્દનિય માનવામાં આવ્યું છે અને બધા જ પ્રાણીઓ માટે તે અવિશ્વસનીય બને છે. એટલા માટે પણ અસત્ય બોલવું છોડી દેવું જોઈએ.
સત્ય બોલવામાં કોઈ જ નુકશાન નથી અને કદાચ નુકશાન જોવામાં આવશે તો મામૂલી હશે કે સત્ય બોલશો તો કોઈ ગુસ્સે થશે. કીર્તિ, યશ અને પ્રતિષ્ઠામાં નાનપ જેવું લાગે. કદાચ માર ખાવો પડે. બસ આનાથી મોટુ કોઈ જ નુકશાન નથી. સત્ય એ હમેંશા સત્ય જ રહે છે. એ ક્યારેય પણ અસત્ય થતું નથી કારણકે એ સનાતન સત્ય છે. પ્રશ્ન વ્યાકરણસૂત્રમાં પણ મહાવીરસ્વામીએ કહ્યું છે કે સર્વે ૬ વસ્તુ મથવું
સત્ય છે ત્યાં જ બગવાન છે. જયાં સત્ય નથી ત્યાં ભગવાન નથી.
મહાત્મા ગાંધીજીએ પણ આ સૂત્રને ખૂબ જ સુંદર રીતે ચરિતાર્થ કરીને બતાવ્યું કે “સત્ય એ જ પરમેશ્વર બાપુનો બોલ”I 21 એટલે કે સત્ય છે ત્યાં જ પરમેશ્વર છે. આ સત્ય અને અહિંસાએ તો બાપુને અમર બનાવી દીધા. વિશ્વમાં કોઈ એવો દેશ કો શહેર નહિ હોય જ્યાં મહાત્મા ગાંધીજીનું પુતળુ ન હોય, કોઈ એમને યાદ કરતા નહી હોય. 1. આત્મકથા મહાત્મા ગાંધીજી 2. કાવ્યાનંદ